Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા હાથરસ અને રાપરની ઘટનાઓને લઇને જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યુ.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા સેવાસદન ખાતે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીના અનુસુચિત જાતિ ડીપાર્ટમેન્ટ દ્વારા યુપીના હાથરસ ગામે બનેલા યુવતી ઉપરના અત્યાચારના બનાવ તેમજ કચ્છ જીલ્લાના રાપર ગામે વકીલ દેવજીભાઈ મહેશ્વરીની કરપીણ હત્યાના મામલે આજે જીલ્લા કલેકટરને આવેદન આપવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવામાં આવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતીનું અપહરણ કરીને ગેંગરેપ કરીને કમરના મણકા તોડીને જાનથી મારી નાંખી છે. આ ઘટનાને લઈને તાત્કાલિક એફઆઈઆર નહી કરી પોલીસ કર્મચારીઓ દ્વારા મીડીયામાં ખોટા નિવેદનો આપીને પીડિતાના મૃત્યુ બાદ રાત્રે બે વાગ્યે પોલીસ પ્રશાસન બાદ અંતિમસંસ્કાર ગેરકાયદેસર રીતે કરીને પોલીસ કર્મચારીઓ દ્વારા પુરાવા સાથે ચેડા કરીને પુરાવાનો નાશ કર્યો છે. આ ગેરકાયદેસર કૃત્ય બદલ તમામ પોલીસ કર્મચારીઓને ગુન્હામાં મદદગાર તરીકે આરોપી બનાવવા રજુઆત છે. ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નેસ્તનાબુદ થઈ ગયેલી છે. સરકારનુ કોઈ જ નિયંત્રણ નથી. વધુમાં આવેદનમાં જણાવામા આવ્યુ હતુ કે કચ્છના રાપરના બામસેફના નેતા અને જાણીતા વકીલ દેવજીભાઈ મહેશ્વરીની દિનદહાડે ઓફિસની બહાર હત્યા કરવામા આવી છે. જે નિંદનીય બાબત છે. વધુમાં આખા દેશમાં અનુસુચિત જાતિ ઉપર ગંભીર ગુન્હા બની રહ્યા છે.તેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે. ભવિષ્યમાં આવા પ્રકારના ગુન્હાઓ ના બને તેની જવાબદારી સરકારની રહે છે. જો તેની ઉપર સરકાર નિયંત્રણ નહી લાવે તો ના છુટકે અમારે રોડ ઉપર ઉતરવુ પડશે. આ બંને બનાવોના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ અથવા સ્પેશિયલ કોર્ટ નીમીને ઝડપથી નિકાલ કરીને તમામ આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ તેવી માંગ આવેદનપત્રમાં કરવામા આવી હતી.

Advertisement

આવેદન પત્ર આપવા પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી જિલ્લા એસ સી ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશ હડીયેલ, પંચમહાલ મહિલા કોંગ્રેસના પ્રમુખ પ્રિયંકાબેન પરમાર, પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફિકભાઈ તિજોરીવાલા, માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ઉસ્માનભાઈ બેલી, સોશિયલ મીડિયા જિલ્લા કો.ઓર્ડિનેટર સાજીદ વલી, એડવોકેટ આબીદ શેખ, જય ગણેશભાઈ ચૌહાણ નરસિંહભાઈ, અયુબ ચરખા નસરીન બહેન, જયશ્રીબેન પરમાર, નીરૂપાબેન ભરવાડ, ધ્વનિ પુરાણી, મીનાબેન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહીને આવેદન આપવામા આવ્યુ હતું.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ગોધરા : વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક MLA સી.કે.રાઉલજી દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે શ્રી સત્યનારાયણની કથા અને પોથીયાત્રા યોજાઇ.

ProudOfGujarat

अनन्या पांडे ने एक अवार्ड फंक्शन में ‘राइजिंग स्टार’ अवार्ड किया अपने नाम!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!