Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા પંચાયતના નવીન મકાનનું ઇ-ખાતમુહૂર્ત યોજાશે

Share

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે આવતીકાલે પંચમહાલ જિલ્લા પંચાયતના નવીન મકાનનું ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત યોજાશે. આ શુભ પ્રસંગે ગોધરાના સિવિલ લાઇન્સ રોડ ખાતેની જૂની પંચાયત કચેરી ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. સમારોહના મુખ્ય મહેમાનપદે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ ભરવાડ અને સુશ્રી સુમનબેન ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રાજુ સોલંક:-પંચમહાલ

Advertisement

Share

Related posts

દેશનાં ચીફ ઇલેકશન કમિશ્નર સુનિલ અરોરા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : આરોગ્ય વનની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગુજરાત  બેંક વરકર્સ યુનિયનનાં આદેશ ના પગલે બેંક કર્મચારીઓ ની પ્રતિક હડતાલ

ProudOfGujarat

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!