Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ:- ગોધરા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા હાથરસકાંડના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદન

Share

દેશભરમા ચકચાર જગાવનાર હાથરસ યુવતી પરના અત્યાચાર અને ત્યારબાદ તેના મોતની ઘટનાને લઇને દેશમરમા આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમા વાલ્મિકી સમાજ દ્વારા આજે જીલ્લા કલેકટર અમિત અરોરાને હાથરસની ઘટનામાં મોતને ભેટેલી પીડીતાના આરોપીઓને ફાંસીની સજા મળે તેવી રજુઆત કરતુ આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. ગોધરા સેવાસદન ખાતે આજે વાલ્મિકી સમાજ દ્વારા બેનરો સાથે એકત્ર થઇને જીલ્લા કલેકટર અમિત અરોરાને આવેદન આપ્યુ હતુ. જેમા આવેદનમા જણાવાયુ હતુ હતુ કે “ઉત્તર પ્રદેશમાના વાલ્મિકી સમાજની દીકરી મનિષા વાલ્મિકી સાથે સવર્ણ સમાજના લોકો દ્વારા ખેતરમા દૂપટ્ટો બાધીને રેપ કરીને તેની જીપ કાપી નાખીને તેને કમરના ભાગે માર મારીને ફેકચર કરી નાખ્યુ હતુ. આ દીકરીએ હોસ્પિટલમા દમ તોડ્યો છે. આ ઘટનાથી વાલ્મિકી સમાજ ખાસ કરીને ગુજરાતના વાલ્મિકી સમાજઆ જધન્ય કૃત્યને ધિક્કારે છે. આવા તત્વો સામે કડકમા કડક સજા થાય અને વાલ્મિકી સમાજની દીકરીને ન્યાય મળવો જોઈએ. વધુમા રેપ માટે સરકાર દ્વારા નવો કાયદો બને આવા રેપ કેસો ભવિષ્યમાં ના થાય અને સ્રીઓનુ રક્ષણ થઈ શકે.તેવી રજુઆત આવેદનપત્રમાં કરવામા આવી હતી.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રેસ આદિવાસી મોરચાના પ્રમુખ પદે રિતેશ ગામીતની વરણી કરાઈ.

ProudOfGujarat

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!