પંચમહાલ જિલ્લામા આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મહાત્મા ગાંધી 151 મી જન્મજયંતિની ઉજવણી કરવામા આવી હતી. સાથે સાથે નશાબંધી સપ્તાહ-૨૦ ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો, મામલતદાર ઓફિસના નવીન મકાનનું ખાતમૂહુર્ત, ડ્રીલ નર્સરીના ઉદ્દઘાટન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગૃહરાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોધરાના સરદારનગર ખંડ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. ગૃહરાજ્યમંત્રીએ ગાંધી ચોક ખાતે સવારે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. આ સાથે જ તેઓ નશાબંધી રથને લીલીઝંડી બતાવી નશાબંધી સપ્તાહની ઉજવણીની પણ શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત ગોધરા ખાતે આવેલા પોલિસ હેડક્વાર્ટરમાં ડ્રીલ નર્સરીનું ઉદ્દઘાટન, ગોધરા મામલતદાર ઓફિસના નવીન મકાનનું ખાતમુહૂર્ત, જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ, નલસે જલ કાર્યક્રમ અંતર્ગત સરપંચ ઓને પ્રમાણપત્ર વિતરણ. અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી, જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ અને જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટીલ ,આંગણવાડી કાર્યકરો,આઈડીસીડીએસ વિભાગના અધિકારીઓ,સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધીજયંતીની ઉજવણી કરવામાં આવી.
Advertisement