વેસ્ટર્ન રેલવે રતલામ ડિવિઝન ઉપભોકતા સલાહકાર સમિતિની મિટિંગ કોરોના સંક્રમનને ધ્યાનમાં રાખી ઓનલાઈન યોજાઈ. જેમાં લોકડાઉન દરમિયાન મંડળ દ્વારા થયેલા કાર્યોનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી. પંચમહાલ સમિતિના સભ્ય ડૉ. પરાગ પંડયા દ્વારા રતલામ ડિવિઝનને કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા જેમાં રેલ્વે સ્ટેશન પર સોલર પેનલના ઉપયોગ કરી ઉર્જા બચાવ, તમામ સ્ટેશન પર પ્લેટફોર્મ સ્થિત કેન્ટીનને શહીદોનું નામકરણ કરવું, તેમજ સંતરોડ સ્ટેશન પર ઇન્ટરસિટી સ્ટોપેજ જેવા અનેકવિધ મુદ્દાઓને ચર્ચવામાં આવ્યા. આ તમામ મુદ્દાઓને હકારાત્મક રીતે ઉકેલવા રતલામ ડી.આર.એમ વિનીત ગુપ્તાએ આશ્વાસન આપ્યું.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement