વિજયસિંહ સોલંકી, ગોધરા
મહીસાગર જિલ્લો વિવિધ ઓળખ અને કુદરતી સંપત્તિ અને સૌંદર્ય અને કલા સંસ્કૃતિ થી ભરપુર સોહામણો મનમોહક જિલ્લો છે.આ જીલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા બિપિનભાઇ પટેલે તેમનો અભ્યાસ નારગોલ થી ડિપ્લોમા ફાઇન અને બરોડા યુનિર્વસિટી માંથી ફાઇન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે. આ યુવાન આર્ટિસ્ટે વોટર કલર ચિત્રકલા થી ધબકતું ગ્રામ્ય જીવન અને શહેરીજીવને ખુબ જ સુંદર રીતે પોતાની કલા થી કંડાર્યું છે. દરરોજ એક ચિત્ર તૈયાર કરવાની તેમની નેમ થી તેઓએ અત્યાર સુધીમાં અંદાજીત ૭૫૦ ઉપરાંતના ચિત્રો કલા થી કંડાર્યા છે. રોજ એક વોટર કલર થી ગુજરાતની ધરતી ને રંગોથી ધબકતું રાખનાર બિપિન પટેલને કારણ પૂછતાં ચહેરા ઉપર ઉત્સાહિત ભાગ સાથે જણાવ્યું… કુદરતે જે અઢળક સૌદર્ય ધરતી ઉપર વેર્યું છે. તે કદાચ આવનારા સમયમાં જોવા મળશે કે કેમ રોજે રોજ માનવી ધ્વારા થતું અતિક્રમણ કે ગામડાઓનું થતું શહેરી કરણ કુદરતી સૌદર્ય કુદરતની કામગીરી ને પોતાની કલા ધ્વારા જીવંત રાખવાનો આ મારો નમ્ર પ્રયાસ છે સાથે આર્ટ સાથે સંકળાયેલ તમામ કલાકારોને એક સંદેશ કામ જ આપણી આગવી ઓળખ બની રહેશે. તેમણે પોતાનો અનુભવ એમના જ શબ્દો માં કહયો કે કલાને કલા સાથે આત્મીયતા કેળવી એની પાછળ પાગલ થઇ જશો તો એક દિવસ તેમને જરૂર કલાનો સાક્ષત્કાર ચોકક્સ થશે.
આ વિષે આગળ જણાવતાં બિપીનભાઇએ કહયું કે પોતાની રૂચિ હોય તે કાર્યમાં દરેક સ્વાધ્યાય કરવો જોઇએ… તો જ સભ્ય સમાજ ને સંદેશો આપી શકાય.માન. વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે PMO ઓફિસ ખાતે શોભા વધારી રહયું છે. યુનેસ્કો ધ્વારા આયોજીત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઇવ પેઇન્ટિંગ સ્પર્ધા માં BEST UPCOMING ARTIST નો ઓવોર્ડ મળેલ છે. એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરત ધ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ધ્વારા આયોજીત સમનાથ કલાયજ્ઞ ૨૦૧૭ માં ભારતભરથી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન પણ મળેલ છે. છાંયણ જેવા નાના ગામડાં માંથી આવતા આ કલાકારે દેશ દુનિયામાં મહીસાગર જિલ્લાનું નામ રોશન કરી આ જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે.