Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં જુની સાઈકલો-વાહનોની લે-વેચ કરનારે રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવાની રહેશે.

Share

ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે જૂની સાયકલો-વાહનોનો ઉપયોગ થતો અટકાવવા પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જૂની સાયકલ-વાહનોની લે-વેચ કરનાર વ્યક્તિઓ માટે ખરીદનાર-વેચનારની વિગતો ધરાવતા રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તે અનુસાર રજિસ્ટરમાં વેચનારનું નામ-સરનામું અને વાહન વેચવાનું કારણ, ખરીદનારનું પૂરુ નામ-સરનામું અને મોબાઈલ નંબર, ખરીદનારની ઓળખ અને રહેઠાણના પુરાવાની વિગત, જુનુ વાહન ખરીદવા માટેનું કારણ અને તારીખ, તેમજ વાહનના એન્જિન, ચેસીસ નંબર, મોડેલ અને રજિસ્ટ્રેશન નંબરની વિગતો ધરાવતી ઝેરોક્ષ સહિતની વિગતો રાખવી ફરજિયાત છે. આ ઉપરાંત, વાહન વેચાણકર્તાએ ખરીદનાર પાસેથી ઓળખનો એક પુરાવો મેળવી તેને ફરજિયાત બિલ આપવાનું રહેશે અને સ્થળપ્રત પોતાના કબજામાં રાખવાની રહેશે. બિલમાં ખરીદનારના નામ-સરનામું, સંપર્ક નંબર તેમજ વેચાણ બિલમાં વાહનની વિગત લખવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ હુકમ તારીખથી બે માસ સુધીનો રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહને ધરપકડમાંથી મુક્ત કરવા માટે બોડેલી પ્રાંતને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

રાજકોટના જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર 3 આરોપી ઝડપાયા

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ પંચમહાલ રાજુ સોલંકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!