રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમ ભાડે રાખીને અસામાજિક પ્રવૃતિઓમાં સામેલ થતા તત્વોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા વગર મકાન, દુકાન કે એકમ ભાડે આપવાને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં મકાન, દુકાન, ઓફિસ, ગોડાઉન, પ્લોટ કે ઔદ્યોગિક એકમ સહિતની મિલકતો ભાડે આપતા અગાઉ ભાડે આપેલ મિલકતની વિગત, ભાડૂઆત અને સંબંધિત દલાલ કે ભાડૂઆતની ઓળખાણ આપનારની વિગતો જે-તે વિસ્તારના પોલિસ સ્ટેશને નિયત ફોર્મમાં ભરીને આપવાની રહેશે. હુકમનો અમલ હુકમની તારીખથી બે માસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
પંચમહાલ રાજુ સોલંકી