શહેરા તાલુકાના 22 ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર, 1566 શિક્ષકો અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના કર્મચારીઓની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ્ઞાનકૂંજ પ્રોજેકટના માધ્યમ દ્વારા ડીઝીટલ કામગીરી લક્ષ્મણપુરા પ્રા.શાળા ખાતે આજ રોજ પંચમહાલ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડૉ.વી.એમ.પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી . શહેરા તાલુકાની જ્ઞાનકૂંજ પ્રોજેકટ સુવિધા ધરાવતી 34 શાળાઓના શિક્ષકોની 2 તબક્કામાં ટેકનોલોજીની તાલીમ રાખવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં લક્ષ્મણપુરા પ્રા.શાળા અને સાજીવાવ પ્રા.શાળા અને બીજા તબક્કામાં મંગલપુર પ્રા.શાળા અને શેખપુર પ્રા.શાળા ખાતે જ્ઞાનકૂંજ પ્રોજેકટના માધ્યમથી ટેકનોલોજીની E – કન્ટેનની તાલીમ રાખવામાં આવેલ છે. તજજ્ઞ તરીકે જયપાલસિંહ બારીઆ, ભુપેન્દ્રસિંહ સોલંકી, ગોવિંદ મહેરા, જીતેન્દ્ર સિંધી અને દિપક પંચાલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારના માર્ગદર્શન હેઠળ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે ચાલતી શૈક્ષણિક કામગીરીમાં દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ, બાયસેગ માધ્યમથી, પાઠય પુસ્તક પરના QR કોડના માધ્યમથી, મોબાઈલ યુટ્યુબના માધ્યમથી, ફોન સંપર્કથી, માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસરૂમના માધ્યમથી અને વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ શિક્ષણ આપવાની કામગીરી વગેરે કામગીરી વધુ અસરકારક અને શિક્ષણમાં નવીનીકરણ લાવી વર્તમાન સમયમાં શહેરા તાલુકાના 65000 થી વધુ બાળકોને ટેકનોલોજીનું પૂરતું જ્ઞાન અને તેના વર્ગનું શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ જોગવાઈઓ અનુસાર ઉત્તમ કામગીરી કરી તાલુકાની તમામ શાળાઓને ટેકનોલોજીના E – કન્ટેનની ક્ષેત્રે આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.શહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન શહેરાની ટીમ પ્રતિબદ્ધ છે.
પંચમહાલ રાજુ સોલંકી
શહેરા : જ્ઞાનકુંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓનાં શિક્ષકોની તાલીમ યોજવામાં આવી.
Advertisement