પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામમાં રહેતા પુરુષના પોતાના મોટાભાઈના પત્ની એટલે પોતાના ભાભી સાથે લગ્નેતર સંબંધો બંધાયા હતા. પતિ અને જેઠાણીના સંબંધોની જાણ થતા પરિણીતા આધાત પામી હતી. સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચેના સંબંધો તણાવગ્રસ્ત બનવા સાથે તૂટવાની આરે પહોંચ્યા હતા. સમગ્ર મામલાને લઈને પરિણીતા અત્યંત મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મહિલા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને મદદ માંગવામાં આવી હતી, જેને લઇને પંચમહાલ મહિલા હેલ્પલાઇન ટીમ પરિણીતાના ઘરે પહોંચી હતી અને પતિ-પત્ની પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. કાઉન્સિલર દ્વારા આ પરિણીતાના પતિને લગ્નેતર સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માટે સલાહ આપવામાં આવી હતી અને સમજાવવામાં આવ્યું હતું કે ભાભી સાથેના સંબંધને કારણે તેમના અને તેમના મોટા ભાઇના પરિવાર એમ બે પરિવારોને નુકશાન થઇ રહ્યુ છે, સમજાવટના પરિણામે પતિને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, અને તેમણે ભવિષ્યમાં પોતાની પત્નીને હેરાન નહિ કરે તેવી ખાતરી આપી હતી.
પંચમહાલ રાજુ સોલંકી