Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

Share

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ (રાજ્ય) મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શહેરા નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કાળજીઓ સાથે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે જગતના તાત એવા કિસાનોના હિતાર્થે સરકાર દ્વારા વાવણીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાના વિવિધ સ્તરે મદદરૂપ થવા કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ દિશામાં વધુ એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, માવઠા જેવા કુદરતી પરિબળોથી ખેતીને થતા નુકસાન સામે ધરતીપુત્રોને સુરક્ષિત કરવાના હેતુથી કોઈ પણ પ્રીમિયમ ભર્યા વગર ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરી છે. કુદરતી પ્રકોપ સામે ખેડૂતોને રક્ષા કવચ પૂરું પાડતી આ યોજના મારફતે ગુજરાતે સમગ્ર દેશમાં ખેડૂત કલ્યાણનો માર્ગ કંડાર્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ આ યોજનાનો લાભ ડાયરેકટ બેન્ક ટ્રાન્સફર પદ્ધતિથી આપવાનો હોવાથી લાભાર્થીઓ સુધી સંપૂર્ણ સહાય ન પહોંચે તેવો કોઈ ડર નહીં રહે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતભાઈઓની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા અને એ માટે ખેડૂતમિત્રોને ખેતીના દરેક તબક્કે મજબૂત ટેકો પૂરો પાડવા ગુજરાત સરકાર સતત શ્રેણીબદ્ધ પગલા લઈ રહી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કૃષિકારો માટેની વિવિધ સહાય યોજનાઓ, રોકડ સહાય, સાધન સહાય, કૃષિક્ષેત્રે રાજ્યે કરેલી પ્રગતિનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.

પોતાના પ્રાસંગિક ઉદ્દબોદનમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને આ યોજના ઉપરાંત સરકારશ્રીની ખેડૂતો અને પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જોગવાઈઓથી સારી રીતે માહિતગાર બની તેનો વધુમાં વધુ લાભ લેવા અને સાથી ખેડૂતોને અપાવવા અપીલ કરી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને મુખ્ય મંત્રીશ્રી કિસાન સહાય યોજના વિશે તલસ્પર્શી વિગતો આપતા ખેતીમાં કુદરતી આફતોથી થતા નુકસાન સામે રક્ષણ મેળવવામાં કઈ રીતે મદદરૂપ બનશે તે અંગે સમજણ આપી હતી. તે અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની પ્રક્રિયા, સાધનિક કાગળો, ખેતીમાં નવીન પ્રવાહો સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં જિલ્લામાં ખેતીમાં નવીન તરાહો અને પ્રગતિશીલ ખેતીમાં મહત્વનુ પ્રદાન આપનારા ખેડૂતમિત્રોનું શાલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી જય કુમાર બારોટ, ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલ, નાયબ ખેતી નિયામકશ્રી ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.આઈ. પઠાણ સહિતના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સાંઈ મંદિર નો 12 મો પાટોસવ સાદગી પૂર્ણ રીતે ઉજવાયો.

ProudOfGujarat

રાજપીપળામાં ડૉ. આંબેડકર ભવન હોલ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવઃ અભિયાન લોન્ચ થશે

ProudOfGujarat

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!