પંચમહાલ ચાઇલ્ડ લાઇન બાળકોના અધિકારો માટે સતત ખડેપગે સેવા આપે છે. તેમના દ્વારા સામાજીક સેવાના કામો પણ કરવામા આવે છે. ગોધરા શહેરના સ્લમ વિસ્તારોના એવા બાળકો કે જેમની માતા વિધવા હોય તેવી માતાઓને રાશનકીટ વિતરણ કરવામાં આવી પંચમહાલ ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) દ્વારા હાલના સંજોગોમાં જરૂરિયાતમંદ, ગરીબ, નિરાધાર (બાળકોની માતા) વિધવા બહેનોને સ્લમ વિસ્તારો જઈને કોરોના મહામારીને કારણે થયેલ લોકડાઉન દરમિયાન સર્વે કરેલ જેનું ગોધરા ઓફિસ ખાતે રાશન કીટ વિતરણ કરવામાં આવેલ આ લોકોની ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ દિવસની ચુલાની સમસ્યા દૂર થાય તે માટે એક-એક કીટ કે જેની અંદર ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, ખાંડ, ચા, તેલ, ચણા દાળ, હળદર, મરચું, મસાલા વગેરે આપવામાં આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement