Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરા બાદ હાલોલમાં મોટાપાયે ટેસ્ટિંગ અને ડોર-ટુ-ડોર સર્વેની શરૂઆત કરવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે ગોધરા બાદ હાલોલ ખાતે મોટા પાયે ટેસ્ટિંગ અને સઘન ડોર-ટુ-ડોર સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેગા અભિયાનની શરૂઆત જિલ્લા સમાહર્તાશ્રીએ અગાઉ લોકોને આ અંગે જાગરૂત કરવા અને જરૂર જણાય ત્યારે ટેસ્ટિંગ માટે આગળ આવવા સમજાવવા સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ સાથે બેઠક યોજી સમગ્ર અભિયાન અને તેના હેતુ અંગે સમજણ આપી હતી. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવતા આ સ્થિતિ જાળવી રાખવા માટે સંક્રમણના ફેલાવાને કાબુમાં રાખવો અતિ આવશ્યક છે અને તેથી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવા અને એ રીતે અન્યોમાં સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતું. મેડિકલ સર્વે સમયે લોકો સહકાર આપે, લક્ષણો જણાય તો ગભરાયા વગર આગળ આવી તે અંગે જણાવે, જરૂર પડે ટેસ્ટ માટે સેમ્પલ આપે તે અંગે સામાન્યજનોને સમજાવવા અને આ ઝુંબેશને સફળ બનાવવા સહકારની અપીલ કલેકટરશ્રીએ કરી હતી.

આ માટે પ્રતિનિધિશ્રીઓને પોતાના વિસ્તારમાં મેડિકલ સર્વે અને ટેસ્ટિંગ ટીમો સાથે સંકલન સાધીને કામ કરવાની શ્રી અરોરાએ વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર લક્ષણો વિનાના સ્વસ્થ દર્દીઓને નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેટ કરવામાં આવે છે, જેથી ફરજિયાતપણે હોસ્પિટલમાં દાખલ થવા અંગેનો ડર જનતામાંથી દૂર થાય તે આવશ્યક છે. વિસ્તાર દીઠ એક ધન્વંતરિ રથ અને ૪-૫ સર્વે ટીમો આપવામાં આવશે. રથ દીઠ એક ડોકટર, સેમ્પલીંગ માટેની સુવિધા, ફલૂ કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સર્વે દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા, કો-મોર્બીડ, વધુ ઉંમર ધરાવતા, સુપર સ્પ્રેડર હોય તેવા અને સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવવા તૈયાર હોય તેવા વ્યક્તિઓના ટેસ્ટ પણ રેપીડ એન્ટીજન કીટની મદદથી કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રીએ હાલોલની વી. એમ. હાઇસ્કુલ ખાતેના ટેસ્ટીંગ કેન્દ્રની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શહેરમાં વોર્ડ નંબર-૧ થી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનની શરૂઆતમાં હાલોલ શહેરમાં અને ત્યારબાદ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ટેસ્ટિંગ અને સર્વે હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી એ.કે. ગૌતમ, મામલતદારશ્રી કટારા સહિતના અધિકારીઓ, નગરપાલિકા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દિકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વડાળા આયોજીત તથા વૃંદાવન સોસાયટી સુરતના સહયોગથી દિકરી ચારિત્રામૃત ભાગવત કુટુંબ કથા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યા

ProudOfGujarat

અંકલેશ્વર હાઇવે ઉપર નવજીવન હોટલ પરિસરમાંથી ATM મશીનની ચોરીના મામલામાં વધુ બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

વડોદરા પાસે ટ્રેલરોમાંથી સ્ટીલની ચોરીના કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલે કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!