Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓગસ્ટ-૨૦૨૦ માં વિવિધ ઓનલાઈન જોબ ફેર યોજાશે

Share

પંચમહાલ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓગષ્ટ-૨૦ દરમિયાન નીચે મુજબના ઓનલાઈન જોબ ફેર યોજાશે, જેની લાયકાત ધરાવતા લોકોએ નોંધ લેવી. આવતીકાલે યોજાનાર જોબ ફેરમાં વિક્રાંત ઓટો લિમિટેડ, હાલોલ અને કોસમોસ મેનપાવર સર્વિસ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી, એચ.એસ.સી., આઈ.ટી. આઈ., સ્નાતક સહિતની લાયકાતો ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષની વયના ઉમેદવાર માટે વિવિધ જગ્યાઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ ૧૯/૦૮/૨૦૨૦ના રોજ એગ્રીસેર્વ, હાલોલ અને ચેકમેટ સિક્યુરિટી સર્વિસ, અમદાવાદ દ્વારા એચ.એસ.સીની લાયકાત ધરાવનાર ૧૮ થી ૩૫ વર્ષની વયના પુરુષ ઉમેદવાર માટે સિક્યુરિટી ગાર્ડ અને મશીનિસ્ટની પોસ્ટ ઉપલબ્ધ કરાવાઈ છે. ૨૧/૦૮/૨૦૨૦ના રોજ યોજાનાર ઓનલાઈન જોબ ફેરમાં એમ્પલ પ્લેસમેન્ટ સર્વિસ દ્વારા એસ.એસ.સી, એચ.એસ.સી., આઈ.ટી. આઈ., સ્નાતક સહિતની લાયકાતો ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની વયના પુરુષ ઉમેદવાર માટે વિવિધ જગ્યાઓ ઉપલબ્ધ છે. ૧૮ થી ૩૫ વર્ષની વયના પુરુષ ઉમેદવાર કે જેઓ વેલ્ડર અને ફિટર તરીકેની લાયકાત ધરાવે છે તેમના માટે તા. ૨૪મી ઓગસ્ટ અને તા. ૨૬મી ઓગસ્ટના રોજ અનુક્રમે પ્રમુખ લેબર સર્વિસ અને નારાયણ મેનપાવર સર્વિસે જગ્યાઓ ઓફર કરી છે. જ્યારે શ્રી રાજ એપરલ્સ લિમિટેડ, ગોધરા દ્વારા સિલાઈ મશીન ઓપરેટર તરીકે ૮ પાસથી વધુ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની વયના સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે તા. ૨૮/૦૮/૨૦૨૦ના રોજ ઓનલાઈન જોબફેર યોજાશે. આ તમામ જોબ ફેર ઉપર જણાવેલ તારીખોએ બપોરે ૧૨.૦૦ કલાક થી ૧.૦૦ કલાક દરમિયાન યોજાશે. ઉપરોક્ત ઓનલાઈન રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા તેમજ રોજગાર કચેરીની અન્ય સેવાઓનો ઘરે બેઠા ઓનલાઈન લાભ લેવા માટે જિલ્લા રોજગાર કચેરી, ગોધરાની જોબ સિકર લિંક http://forms.gle/kfQzdvGADrWntoor7 પર ફોર્મ ભરવા વિનંતી છે. ગૂગલ ફોર્મ પર ફોર્મ ભરનારને રોજગાર કચેરીની તમામ સેવાની જાણ ઇમેઇલ અને એસ.એમ.એસ. મારફતે કરવામાં આવશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, ગોધરાની હેલ્પલાઇન ૦૨૬૭૨-૨૪૧૪૦૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ : LPG ભરેલ ટેન્કર અને રોડ સ્ટ્રેચર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકામાં કોરોના વધતાં જતા કેસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!