Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગોધરા ખાતે જાતિવાદ મૂદ્દે ધરણા કાર્યક્રમ યોજાયો.

Share

વિજયસિંહ સોલંકી,ગોધરા

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમીતી દ્રારા આજે ગોધરા ખાતે દેશમા જાતિવાદ જેવી વધતી સમસ્યા સામે સદભાવના ધરણા પ્રતિક ઉપવાસ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં કોગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સરદાર નગર ખંડના ચોકમા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્રારા સદભાવના ધરણા કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું. કાર્યક્રમનો મૂખ્ય ઉદ્દેશ એ હતો કે દેશમા હાલ જાતિવાદ તેમજ ધર્મવાદ જેવી પરિસ્થીતી ઉભી થવા પામી છે.આ જાતિવાદ અને ધર્મવાદની પરિસ્થિતીમાંથી જનતા બહાર આવે અને જાગૃતિ આવે અને લોકોમા એક્તા અને અંખડિતતા ની ભાવના જાગૃત થાય. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્રારા રાખવામા આવેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમૂખ અજિતસિંહ ભટ્ટી, તેમજ અગ્રણી પ્રભાબેન તાવિયાડ, રાજેન્દ્ર પરમાર, કોગ્રેસ વિચારધારા સંગઠન પંચમહાલ જિલ્લામંત્રી રંગીતભાઇ રાઠવા સહિત જિલ્લામાથી આવેલા તમામ તાલુકાના કોગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે “જન ઔષધિ દિવસ” ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા : હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે EMMC-MCMC અને મિડિયા સેન્ટરની મુલાકાત લેતા કલેકટર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!