પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જીલ્લાના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોધાયો છે.પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની સપાટીમાં પણ વરસાદ જોવા મળ્યો છે. ઉપરવાસ તેમજ જીલ્લામાં વરસાદી માહોલને લઈને હાલમાં ડેમની સપાટીમા વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા પાણીની સપાટીમા ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે શ્રાવણમાં વરસાદનો માહોલ જામતા પાનમ ડેમના પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. જે ખેડૂતો માટે પણ ખુશીની વાત છે. પાનમ વિભાગનાં સુત્રો તરફથી મળતી જાણકારી અનુસાર હાલમાં પાનમ ડેમનું લેવલ ૧૨૦.૫૦ ફુટ પહોંચ્યુ છે અને ૧૦ સેમી પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. જ્યારે ડેમની ભયજનક સપાટી રૂલ લેવલ ૧૨૭.૧૭ ફૂટ છે.પાનમ ડેમ શહેરા તાલુકાના છેવાડે કોઠા ગામ પાસે પાનમ નદી પર આવેલો છે. હાલમાં આ યોજનાથી શહેરા તાલુકાનાં પશ્વિમ વિસ્તાર, મહિસાગરનાં લુણાવાડા તાલુકાનાં ગ્રામીણ વિસ્તાર, ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સિંચાઇનું પાણી આપવામાં આવે છે.
પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમાં ૧૦ સે.મીનો વધારો થયો.
Advertisement