પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લાના ગેસ જોડાણ ઘરાવનાર ગ્રાહકોની સબસીડી છેલ્લા માસથી બંધ હોઈ તાત્કાલિક ગ્રાહકોના ખાતામાં નાખવા માટે માટે જીલ્લા પુરવઠા અધિકારી પંચમહાલે લેખિત આવેદન આપીને રજુઆત કરવામા આવી છે. પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફની આગેવાની હેઠળ જીલ્લા પુરવઠા અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે તમામ લોકોની હાલત કફોડી અને ચિંતા પ્રેરીત છે.આ સંજોગોમાં સરકારે ગેસ જોડાણ ધરાવનાર ગ્રાહકોને રાહત આપવી જરૂરી છે.પરંતુ દુઃખની વાત એ છે ખુબ જ કપરી પરિસ્થિતીમાં પણ સરકાર પ્રજા સાથે ઉભા રહેવાને બદલે તેના અધિકાર અને હકથી ગ્રાહકોને વંચિત રાખે છે. પંચમહાલ જીલ્લાની પ્રજાની લાગણી સહ વિનંતી કરીએ છે કે જીલ્લાના ગ્રાહકો જે ગેસ જોડાણ ધરાવે છે.તેમના ખાતામાં તેમની સબસીડી તાત્કાલિક જમા કરી આર્થિક સહયોગ આપવામા આવે, કોરોના મહામારી, લોકડાઉન અને ધંધારોજગાર સંદતર બંધ હોવાને કારણે ગેસ ગ્રાહકોની ઉપયોગી સબસીડી તાત્કાલિક આપવામા આવે તેવી અમારી માંગ અને રજુઆત છે. આવેદન આપવા માટે અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા બંધ ગેસ જોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement