મહીસાગર જીલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત દ્વારા તમામ તાલુકામાં આ સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આ મહિનાના કુલ ૨૨૭ સગર્ભા બહેનો છે. જે તમામને જિલ્લા કક્ષાએથી એક છોડ આપવામાં આવેલ છે. જેમાં તા.૧ લી થી તા ૭ મી ઓગષ્ટ ૨૦૨૦ સુધી જન્મનાર બાળકો માટે જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માતા બન્યા હોય અને માતા બને તેમના કુટુંબને એક છોડ આપવામાં આવ્યો છે તથા બાળક અને છોડની સરખી કાળજી લેવાની સમજ આપવામાં આવશે. જે બાળકો આ રીતે મોટા થશે તેઓ આ છોડને વૃક્ષ થતાં જોશે અને પ્રકૃતિ સાથે આપોઆપ જ તેનો લગાવ બની જશે. તેમના જીવનમાં પ્રકૃતિ સાથેનો નાતો અતૂટ હશે અને તેઓમાં કાયમ પ્રકૃતિની માવજત રાખવાનો સંબધ બનશે અને એકદમ પ્રકૃતિ તરફ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો લોકોમાં પ્રકૃતિનાં ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતા ફાયદાથી અવગત કરાવાશે. તા. ૧ લી થી તા ૭ મી સુધી જન્મનાર બાળકોનાં ઘરે અને આ સપ્તાહમાં ડીલીવરીની સંભવીત તારીખ હોય તેવી સગર્ભા મહિલાઓને ઘરે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી
મહીસાગર જિલ્લા આઇ.સી.ડી.એસ શાખા દ્વારા નવતર પ્રયોગ જિલ્લામાં ૨૨૭ સગર્ભા બહેનોને સ્તનપાન સપ્તાહ અંતર્ગત વૃક્ષા રોપણ માટે એક છોડ અપાયો બાળક અને છોડની સરખી કાળજી લેવા અનોખો સંદેશ.
Advertisement