વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમા આવેલી સોસાયટીઓમાં રખડતા ઢોરોથી રહીશો ત્રસ્ત બન્યા છે.અને એકબાજુ ભયનો માહોલ ફેલાયો છે.આ રખડતા ઢોરો વાહનચાલકો કે રાહદારીઓને નુકશાન પહોચાડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.અહી બે મોટી શાળાઓ આવેલી છે.અને વિધાર્થીઓ અહી અવરજવર કરે છે.હાલ પરીક્ષા ચાલી રહી છે.આ ઢોરોને તંત્ર દ્વારા પકડીને પુરી દેવામા આવે કે પછી તેમના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જવાબદાર તંત્ર સામે ઉભી થવા માંગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમા ભુરાવાવ વિસ્તારમાં મોટી સંખ્યામા રહેણાક સોસાયટી આવેલી છે.આ સોસાયટીઓના રસ્તા ઉપર તેમજ અંદરના રસ્તાઓ ઉપર રખડતા ઢોરો અડીંગો જમાવી બેસી રહેતા સ્થાનિક સોસાયટીઓના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ રખડતા ઢોરમાં આખલા તેમજ ગાયોનો સમાવેશ થાય છે. આ રખડતા ઢોરો અડીંગો જમાવી રોડની વચ્ચે બેસી રહેતા હોય છે.અને રસ્તામાં અડચણરુપ બને છે.અહી રહેતી સોસાયટીઓમા વહેલી સવારે જતા નોકરીયાતો પોતાના વાહનો લઇ જતા હોય છે.ત્યારે રસ્તામાં અંડીગો જમાવી દેવાના કારણે ઘણીવાર વાહનને બ્રેક કરવું પડે છે.ભુરાવાવ વિસ્તારમા પાર્વતીનગર, સંસ્કારનગરી સોસાયટી,સહિતની આસપાસ આવેલા રોડ ઉપર આંખલા, ગાયોનો અંડીગો જમાવીને બેસી રહેતા હોય છે.અહી બે મોટી સ્કુલો પણ આવેલી છે.ત્યારે શાળા જવાના અને છુટવાના સમયે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ અડફેટે આવી શકવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.વધુમાં આ રખડતા ઢોરો નગરપાલિકા દ્રારા મુકવામા આવેલી કચરાપેટીમાંથી કચરો ખાતી હોય છે.અને કચરો બહાર પણ હડસેલી નાખતી હોય છે.આમ ભુરાવાવ વિસ્તારની આવેલી સોસાયટીઓના રોડની આસપાસ રખડતા ઢોરોનો પ્રશ્ન વિકટ બન્યોછે.અગાઉના સમયમાં રખડતા ઢોરોના અડફેટમાં વાહનચાલકો આવ્યા હોય તેવા બનાવો બન્યા છે.ત્યારે આવા બનાવો આ રખડતા ઢોરોને કારણે ના બને તે જરુરી છે.અહીના રહીશો દ્રારા માંગ કરવામા આવી રહી છે.કે આવા રખડતા ઢોરને
ઢોરખાનામાં પુરવામાં આવે અથવા તેમના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.