Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

Share

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે અભયમ મહિલા હેલ્પલાઈન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કરી, મહિલા સમુદાયને વ્યક્તિગત સ્વચ્છતા દ્વારા આરોગ્ય અને નિરોગી જીવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં ૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ધોળીગામ વિસ્તારમાં મહિલાઓનો વ્યક્તિગત સંપર્ક કરી અભયમ ટીમ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાહેર સ્વચ્છતા, શરીર સ્વચ્છતા વિષેની જાણકારી પુરી પાડવામાં આવી હતી. ટીમના સભ્યોએ અત્યારે જે કોરોનાની મહામારી ચાલે છે તેમાં વ્યક્તિગત સ્વછતા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું, રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવી જરૂરી છે તેમ સમજાવી વ્યક્તિ સ્વચ્છ તો સમાજ સ્વચ્છની ભાવના વિકસે તે માટે મહિલાઓને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુશ્કેલીના સમયે અભયમ મોબાઈલ એપ્લિકેશન અને આરોગ્યસેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. કોઈ પણ માંદગીનાં સમયે અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરિ આરોગ્ય સેવા, હેલ્થ વર્કરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આતિથ્યની હિજરત, સરકારનાં આંખ મિચામણાં: 7 દિવસમાં યુપી-બિહારના લોકો પર 50થી વધુ હુમલા

ProudOfGujarat

બેરોજગાર ગરીબોની વ્હારે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુ.કે)ના આબીદભાઈ પટેલ તેમજ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી મુસ્લિમ સોસાયટી નજીક હાથલારી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેર નાં ૧૫ પ્રાણ પ્રશ્નો લઈને ઉપવાસ પર બેઠેલા સિનિયર સિટીજનો ની માંગણી પૂરી કરવા ની ખાત્રી પાલિકા સત્તાધિશો એ આપતા ઉપવાસ પર બેઠેલા તમામ લોકો એ પારણા કર્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!