Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોરવા હડફની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળાએ સ્માર્ટ મોબાઇલને કેમ બનાવ્યો સી.સી.ટી.વી.? જાણો

Share

વિજયસિંહ સોલંકી, મોરવા હડફ (પંચમહાલ)

પંચમહાલ સહીત ગુજરાતની શાળાઓમા હાલ પરીક્ષાઓની મોસમ ચાલી રહી છે.સરકારી શાળાઓમાં ગેરરીતીની પ્રવર્તી માન્યતા સામે મોરવા હડફ તાલુકાની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળાએ એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે.મોબાઇલ એપ થકી સીસીટીવી બનેલો મોબાઇલ
બાજનજર શાળાઓના પરીક્ષાર્થીઓ પર રાખી રહ્યો છે.શાળાઓના બાળકોને રસપ્રદ અને મનગમતુ શિક્ષણ આપવા માટે અનેક પ્રકારના પ્રયોગો દાંતિયાવર્ગ પ્રાથમિક શાળાના આ.શિક્ષક ઇમરાનભાઇ શેખ તેમજ અન્ય શિક્ષક સ્ટાફ ભેગા મળીને કરતા હોય છે.અને આવા શૈક્ષણિક પ્રયોગોને વાલીઓ તેમજ શિક્ષણખાતાના અધિકારીઓમાં પણ ભારે આવકાર મળી રહ્યોછે.પરીક્ષા આપતા બાળકો પણ જાણે બોર્ડની પરીક્ષા આપતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળા સમગ્ર પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવા જાણીતી છે. સ્માર્ટ મોબાઇલ ફોનનો એપ્લિકેશન વડે શૈક્ષણિક સાધન તરીકે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે સફળ પ્રયોગ બાદ હવે સ્માર્ટ મોબાઇલ ફોનને સી.સી.ટી.વી બનાવીને પરીક્ષાખંડમાં મુકીને અનોખો ઉપયોગ કર્યો છે.શાળાના આસિ. શિક્ષક ઈમરાન શેખ દ્રારા આ પ્રયોગ કરવામા આવ્યો છે. ઈમરાન શેખ જણાવે છે કે” સરકારી શાળામા લેવાતી પરીક્ષાને ક્યાંક ને ક્યાંક શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારે મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળા દ્રારા આ બાબતને સ્પષ્ટ કરવા ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિચાર્યુ.અને તેનો સહારો લીધો.મોટા ભાગના લોકો તથા વાલીઓ સરકારી શાળામાં લેવામાં આવતી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે તેવી ખોટી ગેરસમજ ધરાવે છે ત્યારે આ બાબતને ઉજાગર કરવા મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળાના દ્વારા athome એપ્લિકેશન નો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.” એક સ્માર્ટ મોબાઇલમાં આ AT HOME એપ્લિકેશન દ્રારા તે મોબાઇલને પરીક્ષા ચાલતી હોય તે ક્લાસરુમમાં મુકવામા આવે છે.આ મોબાઇલ એપના પાસવર્ડ દ્રારા શાળાઓના બાળકોના વાલીઓ પણ પોતાના સ્માર્ટફોનમા આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પાસવર્ડ મેળવીને ઘરબેઠા પોતાનુ બાળક શાળામાં પરીક્ષા આપે છે.તે મોબાઈલમાં જોઈ શકે છે.પરીક્ષાના વર્ગખંડને વાલીઓ તથા અધિકારી ગણ સમક્ષ પણ સારો આવકાર મળી રહ્યો છે. તથા દરરોજ વિઝીટ શક્ય ન કરી શકનાર વહીવટી તંત્ર પણ આ પરીક્ષા ખંડને ગમે તે સ્થળેથી નિહાળી શકશે.બાળકોને પરીક્ષા આપતા બોર્ડની પરીક્ષા આપતા હોય તેવી અનુભુતિ થાય છે.ત્યારે શાળાના બાળક સી.સી.ટી.વીની નજરમાં હોવાના કારણે ગેરરીતી કરતા પણ ડરે છે.બો ર્ડ જેવી પરીક્ષામાં પણ જ્યારે કેટલીક ગેરવર્તણૂક કરવામાં આવે છે ત્યારે આ શાળા દ્વારા આ પ્રકારનું પગલું ખરેખર અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ છે અને દરેક વાલીને પણ પોતાના બાળકનું સાચું મૂલ્યાંકન જાણવા મળશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ વિધિવત નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી.

ProudOfGujarat

વડોદરા : પાઇપલાઇન ગેસના ભાવમાં ફરી ભાવ વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા.

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!