Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગુજરાત એ.ટી.એસ અને ગોધરા એસ.ઓ.જીનું સૌથી મોટું સફળ ઓપરેશન ગોધરામાંથી 4.76 કરોડ જૂની ચલણી નોટો સાથે 2 આરોપીની ધરપકડ કરી : 500 અને 1000 ના દરની કરોડની નોટ પકડાઇ.

Share

ગુજરાત એ.ટી.એસ અને ગોધરા એસઓજીનું સૌથી મોટું સફળ ઓપરેશન ગોધરામાંથી 4.76 કરોડ જૂની ચલણી નોટો મળી આવી હતી, 4.76 કરોડની જૂની ચલણી નોટ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવ સંદર્ભે પંચમહાલ એસ.ઓ.જી તેમજ ગુજરાત એટીએસની ટીમે ગોધરામાંથી 4.76 કરોડની જૂની ચલણી નોટો સાથે ગોધરાના બે શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જુબેર ઇદ્રીશ હયાત અને ફારૂક ઇશાક છોટા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સુલેમાન હયાત ફરાર છે. ઝડપાયેલા બંને ઇસમો પાસે થી 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો મળી આવી હતી. ગુજરાત એ.ટી.એસને મળેલ ગુપ્ત બાતમીના આધારે અને પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડો.લીના પાટિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પી.આઇ કે.પી.જાડેજા તથા તેમની ટીમે મેડ સર્કલથી ગરનાળા તરફ જતાં રોડ પર બાતમીને આધારે ફારૂક ઇશાક છોટાની ટાયરની દુકાન પાસે ઊભેલી એક કારમાં દરોડા પાડ્યાં હતા. જેમાં પોલીસે ગાડી અને ફારૂકના સાથીદાર સુલેમાન હયાત અને તેના પુત્ર જુબેર ઇદ્રીશ હયાતના ઘરની તપાસ કરી હતી. જેમાં પોલીસને ૨૦૧૬ માં સરકાર દ્વારા બંધ કરાયેલ 500 અને 1000 ની મોટા પ્રમાણમાં ચલણી નોટનો જથ્થો મળી આવ્યો હતો.સાંજે 5 વાગ્યાના અરસામાં નોટોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી. 500 અને 1000 ના દરની નોટો બંધ થઈ ગયાને વર્ષોનો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ પાસે વિપુલ માત્રામાં ચલણી નોટો ક્યાંથી આવી તે દિશામાં એટીએસ અને એસ.ઓ.જી ની ટીમે વિસ્તાર પૂર્વક તપાસ હાથ ધરી છે.  

રાજુ સોલંકી: પંચમહાલ

Advertisement

Share

Related posts

વાગરાની વિલાયત જીઆઇડીસીમાં આદિત્ય બિરલા ગ્લાસમાં બોઇલર ફાટતા આગ

ProudOfGujarat

માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નડિયાદ : મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!