સ્થાનિક સ્વરાજ્યની આગામી ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષી પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ સક્રિય બની છે. અત્યારથી હાથ ધરાયેલી તૈયારીના ભાગરૂપે મંગળવારે જિલ્લા, તાલુકા અને પાલિકાની બેઠકો પ્રમાણે શિબિર સાથે સંવાદ અને સમીક્ષા બેઠક કાલોલ તાલુકાના રામનાથ ગામે યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પક્ષના વિવિધ કાર્યક્રમો શિબિર સંયોજક સાથે સંવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ તેમજ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ભાજપની નિષ્ફળતાઓ કોંગ્રેસની સરકાર ઉથલાવવાના ભાજપની રણનીતિ સામે જાગૃત થઈ લડાઈ લડવા અને કોંગ્રેસની વિચારસરણીનો વ્યાપ વધારવા અને પક્ષની કામગીરીની રણનીતિ નક્કી કરવા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ રામનાથ ગામ ખાતે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીને ઉપસ્થિતિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરવતસિંહ પરમાર કાલોલ તાલુકા પ્રદેશ પ્રતિનિધિ મંત્રી દક્ષેશ પટેલ વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પરમાર પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી અને ઉમેશ શાહ નીરવ પટેલ જાલમસિંહ ચૌહાણ કિરણભાઈ નસીબદાર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં તાલુકા ગામપંચાયત સુધી પક્ષની કામગીરીનો વ્યાપ વધારવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
કાલોલ તાલુકાનાં રામનાથ ગામે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચુંટણીને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ.
Advertisement