પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દશામાનાં વ્રત ચાલી રહ્યા છે ત્યારે ભક્તજનો દ્વારા આસ્થાપૂર્વક માતાજીની મૂર્તિની સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક દશ દિવસ માતાજીનાં ઉપવાસ કરતા હોય છે અને દશમાં દિવસે માતાજીની મૂર્તિનું રાત્રી બાર વાગ્યા પછી વિસર્જન ઢોલ નગારા અને ડીજેનાં સથવારે ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવે છે. ત્યારે હાલ પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે ભક્તજનો ભારે ચિંતામાં મુકાયા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે એ જરૂરી છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરાનાં નેતાઓ દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે ભક્તો જનોની મૂંઝવણ દૂર કરશે ખરા?! એકબાજુ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ દશામાંની મૂર્તિ વિસર્જન કરવા બાબતે ભક્તજનો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે ચૂંટણી વખતે મતો લેવા માટે આવતા નેતાઓ અને રાજકારણીઓ દશામાંની મૂર્તિ વિસર્જન બાબતે આગળ આવશે ખરા?
પંચમહાલ રાજુ સોલંકી