Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ : કોંગ્રેસનાં સભ્ય દિલીપસિંહ સોલંકીએ તેમની સાથે ૨૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ જતા પંચમહાલનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

Share

કોરોનાના માહોલમાં પંચમહાલના રાજકારણમાં પણ એકાએક ગરમાવો જોવા મળ્યો હતો. શહેરા તાલુકાની તરસંગ પંચાયત બેઠકનાં કોંગ્રેસના સભ્ય દિલીપસિંહ સોલંકી તેમની સાથે ૨૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમા જોડાઈ જતા પંચમહાલના રાજકારણમાં અપસેટ સર્જાયો છે. ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખની હાજરીમા દિલીપ સોલંકીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોરોનાનાં કહેર વચ્ચે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે.

શહેરા તાલુકા પંચાયતની તરસંગ બેઠકના કોંગ્રેસનાં સભ્ય અને શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દિલીપસિંહ સોલંકી તેમના ૨૦૦ જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમા જોડાઈ ગયા હતા. શહેરાના ભાજપના કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલની હાજરીમાં દિલીપસિંહ સોલંકીને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો.તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ મળ્યા હતા. દિલીપસિંહે મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુકે “અત્યાર સુધી અમારો કોઇ વિકાસ થયેલ નથી.ઉપરથી નીચે સુધી ભાજપની સરકાર હોઈ ભાજપની સરકારમા સારો એવો વિકાસ થયો હોવાથી હુ ભાજપ પાર્ટીમા જોડાવ છુ” જોકે આ ખેસ ધારણના કાર્યક્રમમા કાર્યકરો કોરોના વાયરસને ડરને લઇને માસ્ક સાથે નજર પડતા હતા, સોશિયલ ડીસટન્સની ઉણપ વર્તાતી હોય તેમ લાગી રહ્યુ હતું. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ આવી રહી હોવાથી પાર્ટીઓમાંથી ફેરબદલી થતી હોવાનુ સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવુ છે.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

બારડોલી રેલવે સ્ટેશન પર વહેલી સવારે એક ધાભળામાં લપેટેલું 6 માસ નું નવજાત બાળક બિનવારસી મળી આવ્યું

ProudOfGujarat

કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભુકી

ProudOfGujarat

ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!