વિજયસિંહ સોલંકી, કાલોલ
પંચમહાલ જીલ્લામા રાજકીય માહોલની વાત કરવામા આવે તો અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ જોવા મળી રહી છે. અન્ય પાર્ટીઓ પણ હવે પોતાની છાપ જમાવી રહી છે .જેમા શિવસેના પ્રમુખ સ્થાને છે. આ વખતે વિધાનસભાનીચુટણીઓમા પણ શિવસેના દ્વારા શહેરા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે લાલાભાઈ ગઢવીને ઉતારવામા આવ્યા હતા શિવસેના પોતાનુ પ્રભુત્વ ધીરેધીરે પંચમહાલ જીલ્લામા વિસ્તારી રહ્યું છે. રામનવમી હનુમાન જંયતી જેવા પણ કાર્યક્રમો જીલ્લામા કરવામા આવી રહ્યા છે.અને ખાસ કરીને યુવા વર્ગ શિવસેનામા જોડાઈ રહ્યો છે. કાલોલ તાલુકાના શામલ દેવી ખાતે શિવસેનાની નવીન શાખા પંચમહાલ- મહીસાગર જીલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવીની આગેવાનીમા ખોલવામા આવી હતી આ પ્રસંગે જ કાલોલ, હાલોલ તેમજ શહેરા, ગોધરામાથી શિવસેનાના યુવા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.પંચમહાલ જીલ્લાના શિવસેનાનાપ્રમુખ લાલાભાઈ ગઠવીએ જણાવ્યુંહતું કે ‘‘ ભાજપ હિન્દુત્વનામુદ્દાથી ભટકી રહી છે. જ્યારે શિવસેના હિન્દુત્વના મુદ્દા ઉપર ખુબ જ મજબુત બની રહી છે. અમે મહીસાગર અને પંચમહાલ જીલ્લામાં શિવસેનાને મજબુત કરવાની મુહીમ ચલાવી છે. દરેક ઘર ઘર લગી જશે.અને શિવસેના દરેક ઘરઘર સુધી જશે અને શિવસેના રામ મંદિર બનાવશે. ૨૦૧૯મા લોકસભાની ચુંટણી પણ શિવસેના જીતશે. તેવો દાવો તેમણે કર્યો હતો.