Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમા ઝાયલો ગાડીમા સીટોમા છુપાવેલો દારુ પોલીસે ઝડપી પાડ્યો.

Share

જીલ્લામા બુટલેગરો બેફામ બન્યા છે. બૂટલેગરો વિવિધ તરકીબો અપનાવી અન્ય રાજયો માથી દારુગુજરાતમા ઘૂસાડતા
હોયછે. ગોધરા એલ.સી.બી પોલીસની ટીમે બાતમીના આધારે દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. બાતમીના આધારે એલ.સી.બી ની ટીમે ગોધરા શહેરના ગાંધીપ્રેટોલ પંપ પાસે વોચ ગોઢવી હતી. જેમા મધ્ય પ્રદેશ તરફથી એક ઝાયલો ગાડી દારુના જથ્થા સાથે આવતી હોવાની બાતમી મળી હતી. બાતમીના વર્ણનવાળી મધ્યપ્રદેશની પાર્સિગ વાળી ઝાયલો ગાડી આવતા પોલીસે તેને રોકી હતી. આથી પોલીસે ગાડીની તપાસ હાથ ધરી હતી. જેમા સીટોમા ખાના બનાવીને છુપાવેલો દારુ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈસમની પુછપરછ કરતા કમલેશ તોમર રહે મધ્યપ્રદેશ હોવાનુ જણાવ્યુ હતુ. જે ભલાણીયા ગામના રાણાભરવાડે મંગાવ્યો હોવાનુ ઇસમે પોલીસને જણાવ્યુ હતુ. પોલીસે દારુનોજથ્થો તેમજ ઝાયલો ગાડી સહિત ૨,૩૬,૨૮૦ લાખનો મૂદામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં ઓમિક્રોનના કેસ ત્રણ કેસ નોંધાતા તંત્ર સફાળું જાગ્યું.

ProudOfGujarat

શું તમે જાણો છો કે બોલિવૂડમાં આવતા પહેલા સીરત કપૂર ડાન્સ ઈન્સ્ટ્રક્ટર હતી

ProudOfGujarat

નાંદોદ તાલુકા ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીમાં અધિકારીઓએ ગેરરીતિ કરી હોવાનો ઘનશ્યામ પટેલનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!