Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરામાં માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

Share

પંચમહાલ જિલ્લામાં વધી રહેલ કોરોના મહામારી ના કેસ સામે જાગૃતિ બતાવવા અને પ્રજામાં માસ્ક વિતરણ કરી સૌને સુરક્ષિત રહેવાના અભિગમ સાથે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ ખાતે પંચમહાલ યુવા કોંગ્રેસ ના પ્રમુખ મિખાઈલ જોસેફ ના માર્ગદર્શન હેઠળ 1000 ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની બિમારી ફેલાયેલી દેખાય રહી છે. અત્યારે કોરોનાનાં સંક્રમણથી બચવા દરેક વ્યક્તિએ નાક મોં પર માસ્ક પહેરવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે દેશભરમાં અનલોક ની પરિસ્થિતિ ચાલી રહી છે.અને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન કોઈ સંક્રમિત વ્યક્તિનો ચેપ ના લાગે તેની સલામતી માટે માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. પંચમહાલ જિલ્લા ગોધરામાં યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ગોધરામાં યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોરોના વાઇરસનાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અથાર્ગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગોધરાના મામલતદાર કચેરી ખાતે માસ્ક વિતરણ કરાયું હતું અને હાલમાં આપણી પાસે અસ્ત્ર, શસ્ત્ર, અને બ્રહ્મસ્ત્ર માત્ર માસ્ક છે. એટલે કોરોના સામેની જગમાં માસ્ક અતિ આવશ્યક છે. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી યુથ કોંગ્રેસ જીલ્લા મહામંત્રી હસન છકડા માઈનોરીટી મંત્રી ફારૂકભાઇ વોરા અગ્રણી ઉમેશ શાહ અને સન્નીભાઈ આહુજા સહિત કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

ગોંડલમાં રાત્રીના સમયે બાઈકના શો રૂમમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

ProudOfGujarat

ઝંખવાવ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!