Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

Share

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા અનલોક-૦૨ સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોઈપણ પ્રકારના સામાજિક, ધાર્મિક, રાજકીય જાહેર કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી કરી શકાશે નહીં. જિલ્લામાં ૩૫૦ કરતા વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે ત્યારે સાવચેતીના પગલાઓનું ચુસ્ત પાલન અનિવાર્ય બન્યું છે તેમ જણાવતા કલેક્ટરશ્રીએ કોરોના આફતના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ગણેશોત્સવ પોતાના પરિવારજનો સાથે ઘરે જ ઉજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારશ્રીએ જાહેર કરેલ નિયમો અનુસાર વિસર્જન માટે શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં. ભાવિકજનોને પોતાના ઘરે જ ગણેશ સ્થાપના અને વિસર્જન કરવા જિલ્લા સમાહર્તાશ્રીએ અનુરોધ કર્યો હતો. આ બાબતે સામાન્યજનોને પણ જાગરૂક કરી તેમને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ કોરોના સામે સરકારની લડતમાં યોગદાન આપવા શ્રી અરોરાએ ઉપસ્થિત પ્રતિનિધીઓને અપીલ કરી હતી. જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું કે કોરોના કટોકટીના સંદર્ભમાં સરકાર દ્વારા અનલોક-૦૨ની ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણનું જોખમ ટાળવા દરેક પ્રકારના મેળાવડાઓના આયોજન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. લોક ડાઉન દરમિયાન મળેલા અને અનલોકના તબક્કાઓ દરમિયાન મળી રહેલા કેસોની સંખ્યાના તફાવતનો ઉલ્લેખ કરતા તેમણે સંક્રમણનું જોખમ વધ્યું છે ત્યારે સરકારશ્રીના આદેશ પ્રમાણે ઉત્સવોની જાહેર ઉજવણી કરી શકાય તેમ નથી તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેન્દ્ર નલવાયા, પ્રાંત અધિકારીશ્રી ગોધરા, નાયબ પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને વિવિધ ગણેશમંડળોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અફઘાનિસ્તાનથી વલસાડ પરત આવનારે વર્ણવી ત્યાંની વ્યથા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કન્ટેઈનમેન્ટ વિસ્તારો સિવાયનાં વિસ્તારોમાં દુકાનો શરૂ કરવા અંગે શરતી પરવાનગી આપતું જાહેરનામું બહાર પડાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ૩ પોલીસ કોનસ્ટેબલોને વડોદરા રેન્જ આઇ.જી. દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!