પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના નવા ૧૦ કેસો નોંધાતા. જિલ્લામાં અત્યાર સુધીના કુલ સંક્રમિત વ્યક્તિઓનો આંક ૩૧૪ થયો છે. નવા મળેલ ૧૦ પૈકી શહેરી વિસ્તારોમાંથી ૦૭ અને હાલોલ ગ્રામ્યમાંથી ૦૨ અને ગોધરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યો છે. આજે ૨ દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થવાના પગલે રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૨૧૬ દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ ૭૩ વ્યક્તિઓ કોરોના સંક્રમિત છે અને સારવાર હેઠળ છે. નવા મળી આવેલા કેસોમાં ગોધરા શહેરની બામરોલી રોડના વૃંદાવનનગર વિસ્તારના ૫૪ વર્ષીય પુરુષ, સદગુરુ હોટેલ પાસેની ઝુલેલાલ સોસાયટીના ૪૫ વર્ષીય પુરુષ, ગોધરા તાલુકાના કેવડિયાના ૫૬ વર્ષીય મહિલા, કાલોલ શહેરના આશિયાના સોસાયટીના ૫૫ વર્ષીય મહિલા, હાલોલ તાલુકાના કંજરીના ૫૫ વર્ષીય પુરુષ અને ૫૦ વર્ષીય મહિલા, હાલોલના પટેલવાડીના ૫૦ વર્ષીય પુરુષ, ગીતાનગરના ૫૬ વર્ષીય મહિલા, ગોકુલનગરના ૫૯ વર્ષીય પુરુષ અને ૮૫ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી કુલ ૨૬૪ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૫૦ કેસો મળી આવ્યા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૬,૪૩૬ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૪,૪૮૫ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે. જ્યારે બાકીના ૧૯૫૧ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૮૭૧૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ૩૧૪ સેમ્પલ પોઝિટીવ, ૮૨૭૭ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬ સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. ૨૭ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજુ સોલંકી:- પંચમહાલ