Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોને લીલીઝંડી બતાવી કાર્યરત કરવામાં આવ્યા હતા.

જી.આઈ.ડી.સી. એસોસિયેશનના સહયોગથી કાર્યરત કરાયેલ આ ધન્વન્તરી રથોને પ્રસ્થાન કરાવતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે એસોસિયેશન દ્વારા કરાયેલી આ પહેલને પ્રશંસનીય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રથો હાલોલ અને આસપાસના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકોમાં તેમજ કર્મચારીઓમાં કોરોના સંક્રમણના લક્ષણોના વેળાસરના નિદાન અને સારવાર તેમજ અન્ય રોગોના નિદાન અને પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. કોરોના સામેની લડાઈ તમામ લોકોના સહકાર અને સહયોગથી જ જીતી શકાશે તેમ જણાવતા તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના બચાવના પગલાઓનું ચુસ્ત પાલન કરવા અને લક્ષણો જણાયે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવાની શિસ્ત કેળવવા અનુરોધ કર્યો હતો. આ પાંચ ધન્વન્તરી રથો પ્રથમ તબક્કામાં જી.આઈ.ડી.સી. વિસ્તારોમાં અને બીજા તબક્કામાં ઉદ્યોગોમાં જે ગામોમાંથી લેબર્સ કામ અર્થે આવે તે ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરશે. આ રથોના વાહન સહિતની તમામ સાધન સામગ્રી, ડોક્ટર્સ અને સ્ટાફના વેતનનો ખર્ચ જી.આઈ.ડી.સી. એસોસિયેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ૧ જુલાઈ, ૨૦૨૦થી જિલ્લામાં કુલ ૨૨ ધન્વન્તરી રથો કાર્યરત થયા છે, જેમાં બીજા ૫ રથો ઉમેરાતા જિલ્લામાં કુલ રથોની સંખ્યા ૨૭ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારોમાં કોરોના સંક્રમણના લક્ષણોની વહેલી તપાસ અને નિદાન, કોરોના સંક્રમણનું વધુ જોખમ ધરાવતા લોકોમાં રોગોની તપાસ અને પ્રાથમિક સારવાર, કોવિડ-૧૯ વિશે જાગરૂકતા ફેલાવવા, કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાઓ સહિતની કામગીરી આ રથ મારફતે કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, કોરોના માટેના સ્ટેટ લાયઝન ઓફિસર ડો. રાજેશ ગોપાલ, પ્રાંત અધિકારીશ્રી એ.કે.ગૌતમ, જી.આઈ.ડી.સી. એસોસિયેશનના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચનું ગૌરવ : ખુશી ચુડાસમા રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થઈ.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ઇન્સ્ટાગ્રામ પર બોડીકોન ડ્રેસમાં તસ્વીર શેર કરી.

ProudOfGujarat

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!