Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરીવહન યોજનાનો લાભ લેવા માટે ખેડુતો તા. ૧૫ મી ઓગષ્ટ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

Share

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજ્યના ખેડુતોને ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર તેમજ કૃષિ ઉત્પાદન પરીવહન સરળ બનાવવાના હેતુથી મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના કિસાન પરિવહન યોજના અમલમાં મુકવામાં આવી છે. આ બન્ને યોજનાનો લાભ લેવા માંગતા પંચમહાલ જિલ્લાના ખેડુતો પોતાની અરજી તારીખ ૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૦ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર કરી શકશે. પોતાના ખેતર પર પાકસંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરીવહન યોજનાનો લાભ લેવા માગતા લાભાર્થી ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ, www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજનાઓ અંતર્ગત પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે, અને કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહનમાં નાના/સીમાંત/મહિલા/અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ ના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫ ટકા અથવા રૂ. ૭૫,૦૦૦/- બેમાંથી ઓછું હોય તે અને સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫ ટકા અથવા રૂ.૫૦,૦૦૦/- બેમાંથી ઓછુ હોય તે મળવાપાત્ર છે. ઓનલાઇન અરજી ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કમ્પ્યુટર, ઇન્ટરનેટ સુવિધા હોય ત્યાંથી કરી શકશે. ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન અરજીની પ્રિન્ટ આઉટ મેળવી સહી કરી સાધનિક કાગળો સાથે જે-તે સેજાના ગ્રામ સેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)ને આપવી અથવા સંબધિત તાલુકા અમલીકરણ અધિકારી/પેટા વિભાગીય અધિકારીની કચેરી ખાતે રજુ કરવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે વયોવૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટિક અર્પણ કરાઈ

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ગાયને ફોરવ્હીલ ગાડીમાં ઉઠાવી જવાનો વીડીઓ સોશિયલ મિડીયામાં વાઈરલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!