Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાનાં ઘોઘંબામાંથી અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરતી રાજગઢ પોલીસ.

Share

પંચમહાલ જીલ્લાનાં ઘોંઘબા ખાતે આવેલી એપીએમસીનાં ગોડાઉનમાંથી અખાદ્ય ગોળનો ૮ લાખનો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અખાદ્ય ગોળનો ઉપયોગ દેશી દારૂ બનાવા માટે કરાવામા આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજગઢ પોલીસ મથકની હદમાં આવેલ પીએસઆઇ આર આર ગોહીલ તથા સ્ટાફની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે બાતમી મળી હતી કે આશિષ ટ્રેડસનાં માલિક આશિષ શાહ ઘોઘંબા એપીએમસી માર્કેટનાં ગોડાઉન -૪ માં આવેલા એક ટ્રકમાંથી ગોળ ખાલી કરેલ છે.

આથી બાતમીનાં આધારે પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરતા ત્યા મજુરો ગોળનો જથ્થો ઉતારતા હતા. ત્યાં ટ્રક ડ્રાઇવર મહમંદ કેફ અને કલિનર મહમંદ નાઝીરની ટ્રકમાં લાવેલ હતા. ટ્રકમાં ૧૧૫૦ નંગ ગોળનાં બોકસ જેની કિંમત ૮,૨૫,૭૦૦ થવા જાય છે.જે ઉત્તર પ્રદેશમાથી મંગાવેલ હતો. આ મામલે ગોડાઉન શીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અમરેલીમાં ટ્રેન એ ટ્રેક પરથી પસાર થઈ રહેલા ચાર સિંહોને ટક્કર મારી, એક સિંહનું મોત

ProudOfGujarat

પંચમહાલ શહેરામાં તળાવમાં નાહવા પડેલા બે તરુણોના ડૂબી જવાથી કરુણ મોત, એકનો બચાવ

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!