Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલનાં પાનમનાં જંગલ વિસ્તારમાં જોવા મળે છે દુર્લભ ગણાતો કેમેલિયોન.

Share

પંચમહાલ જીલ્લો પણ પ્રાકૃતિક વન્ય સંપ્રદા ધરાવતો જીલ્લો છે. જીલ્લાનો દક્ષિણ વિસ્તારમાં જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ છે. જેમાં વિવિધ પ્રાણીઓની પ્રજાતિની સાથે સાથે સરિસૃપો પણ મળી આવે છે. શહેરા તાલુકાનાં પાનમડેમની આસપાસનો વિસ્તારમોટા પ્રમાણમાં પ્રાકૃતિક સંપ્રદાથી ભરપુર છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે અહી આવેલા ડુગંરો પણ પ્રાકૃતિક લીલીછમ હરિયાલીથી છવાઈ ગયા છે.પાનમનાં જંગલમાં વિવિધ સરિસૃપો જોવા મળે છે.જેમા કેમેલિયોન આ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. ડોલતો ડોલતો ચાલતો હોવાના કારણે ગ્રામીણ વિસ્તારમાં જેને ડોલન કાચીડો તરીકે ઓળખે છે. સાથે તેને હાલ કાચીડો પણ કહેવામા આવે છે,વૃક્ષ ઉપર તેમજ ઝાડી ઝાખરામાં આ પ્રકારનો કાંચીડો ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે. શહેરાના લાભી ગામે આ પ્રકારનો કેમેલિયોન જોવા મળ્યો હતો.તેની શારીરીક રચના જોવામાં આવે તેના શરીરનો રંગ લીલો હોય છે. અને આંખ ચોતરફ ફરી શકે છે તેના કારણે તેનો શિકાર લાંબી જીભ કાઢીને પકડી શકે છે.આવા પ્રકારનાં કાંચિડાઓ સામાન્ય કાંચિંડા કરતા અલગ તરી આવે છે અને પંચમહાલ સિવાય પણ જંગલો ધરાવતા જીલ્લાઓમાં જોવા મળે છે.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.

ProudOfGujarat

રાજ્યના ત્રણ સિનિયર આઇ.પી.એસ અધિકારીઓની કરાઈ બદલી : જાણો કોને ક્યાં મુકાયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!