વિજયસિંહ સોલંકી, હાલોલ, પંંચમહાલ
શિક્ષક વિશે કહેવામા આવે છે ” શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે”. પણ હવે તો કેટલાક શિક્ષકોની ગોદમા શેતાન વસતા હશે એમ કહીએ તો ખોટુ નહી.શિક્ષકનુ કામ બાળકોને ભણાવાનુ હોય છે.ત્યારે શાળાઓમા અવારનવાર શિક્ષકો બાળકોને માર મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.આ બાબતે સરકાર દ્રારા પણ ટકોર કરવામા આવતા હોવા છતા કેટલાક શેતાન બની બેઠેલા શિક્ષકો જાણે બાળક લેશન ન લાવી બહૂ મોટો ગુનો કર્યો હોય તેમ તુટી પડે છે.આવી જ એજ ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એક શાળામાં બનવા પામી છે.ત્યા એક શિક્ષકે બાળકને માત્ર લેશન ન લાવા જેવી સામાન્ય બાબતમાં માર માર્યો.અને બાળકને નાક માથી લોહી નીકળવા લાગ્યુ.બાળકને પ્રાથમિક સારવાર બાદ વડોદરા ખસેડવાની નોબત આવી.હાલમા આ વાલીએ શાળાના આ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગરમાં આવેલી સરસ્વતી સ્કુલ કંજરી રોડ પર આવેલી છે. આ સ્કુલમાં અભ્યાસ કરતો સાંઈ દિલીપભાઇ ધો.૩માં અભ્યાસ કરે છે.આ શાળાના શિક્ષક રોનકભાઈએ લેશન ન લાવતા સાંઈને માર માર્યો હતો.અને માર મારતા સાંઈના નાક માથી લોહી પડવા લાગ્યુ હતું.શિક્ષકના મારથી સાંઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેને નિષ્ણાંત તબીબના અભિપ્રાય માટે વડોદરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી. હાલોલ નગરમાં કંજરી રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કુલ ખાતે ધો.૩માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સાઈ દિલીપભાઈ હોમવર્ક કરીને ન હતો લઈ ગયો. જેથી ગુસ્સે ભરાયેલા શાળાના શિક્ષક રોનકભાઈ એ સાઈને સજા આપવા માટે માર માર્યો હતો. શિક્ષના મારને કારણે સાઈને કાન અને નાકમાંથી લોહી પડવાનું શરુ થઈ ગયું હતું. જેથી ગભરાયેલ શિક્ષકે વાલીને જાણ કરી હતી.શાળાએ પહોંચેલા દિલીપભાઈ અને તેમની પત્નીએ સાઈને ઈજાગ્રસ્ત હાલતમાં જોતા તેને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.અને પ્રાથમિક સારવાર કરી અને વધુ સારવાર માટે વડોદરા ખાતે ઈનેટી નિષ્ણાંત તબીબ પાસે રીફર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને શિક્ષક દ્વારા મારમારી અને ઈજા પહોંચાડવાના મામલે વાલી દ્વારા ફરીયાદ નોંધાવવામા આવતા હાલોલ પોલીસ દ્વારા શિક્ષક રોનકભાઇ સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલોલ શહેરમા આટલા નાના બાળક ઉપર લેશન ન લાવવા જેવી સામાન્ય બાબતે શિક્ષક દ્રારા માર મારવાની ઘટનાનેલઈ શિક્ષક પર ફીટકાર વરસી રહ્યો છે.અને ચર્ચાઓ થઈ રહી છે.જો બાળક લેશન ના લાવી શકતો હોય તો તેના વાલીને જાણ કરી તેની પાછળનુ કારણ જાણવાની જરુર હતી.આમ માર મારવાની જરુર શુ હતી.તેમ ચર્ચાઇ રહ્યુ છે.