પંચમહાલ જિલ્લામાં રક્તનો અનામત પુરવઠો ઇચ્છીત સ્તરે સતત જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ શ્રેણીમાં આજે કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘંબા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના અંતે ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કેમ્પની મુલાકાત લઈને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા સાથે તેમના આ ઉમદા પ્રયાસને બિરદાવ્યો હતો. આ બ્લડનો ઉપયોગ ઘોઘંબા તાલુકાની ઓછા લોહીવાળી સગર્ભા માતાઓ તથા અન્ય ઇમરજન્સી કેસો માટે ઉપયોગ કરવામાં આવશે. કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.નયન જોષી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રા.આ.કેન્દ્ર અને સા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી, આરોગ્યકર્મીઓ અને ગ્રામજનોએ ભાગ લીધો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન, ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું.
Advertisement