Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા

Share

જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારોની કુલ સંખ્યા ૧૩૯ થઈ
પંચમહાલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ સાંઈપાર્ક સોસાયટી અને લકુલીશ નગર સોસાયટી વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરી અવરજવર પર નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા છે. સાંઈ પાર્ક સોસાયટીના ૯ મકાનો અને લકુલીશ નગર સોસાયટીના ૬ ઘરોના વિસ્તારને કોરોના પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખાવી કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારો માંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ પદ માટે રશ્મિકાન્ત પંડ્યાની દાવેદારીને કાર્યકરોએ વધાવી.

ProudOfGujarat

અડ્ડા ઝડપાય, પણ છીંડા ???? વાંચો વધુ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી સૂકી હોવાથી તેમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!