ગોધરાનાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ (મોટર સાઈકલ) વાહનોના નંબરો આપવા માટેની નવી સિરીઝ જી.જે.૧૭ બીઆર શરૂ કરવામાં આવનાર છે, જે હેઠળ પસંદગીનાં નંબર મેળવવા અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા. ૨૩/૦૭/૨૦૨૦ ના રોજ જી.જે.૧૭ બીઆર ૦૦૦૧ થી ૯૯૯૯ સુધીનાં નંબરની નવી નોન- ટ્રાન્સપોર્ટ સિરીઝ શરૂ કરવામાં આવનાર છે. આ સિરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તા.૨૩/૦૭/૨૦૨૦ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી તા.૨૯/૦૭/૨૦૨૦ના સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. બિડીંગનો સમય તા.૩૦/૦૭/૨૦૨૦ના સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૧૮:૧૦ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ તા.૦૧/૦૮/૨૦૨૦ના રોજથી પસંદગીનાં નંબરોની ફાળવણી કરવામાં આવશે. પસંદગીનાં નંબરોની અરજી વેબસાઈટ https://parivahan.gov.in/fancy/ પર કરવાની રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા અરજદારોએ તેઓના વાહનનો કર ભર્યાની તારીખથી દિન-૭ ની અંદર ઉપરોક્ત વેબસાઈટ પર જઈને CNA ફોર્મ ભરવું ફરજિયાત છે. જો અરજદાર CNA ફોર્મ ભરવાનું ચૂકી જશે તો પસંદગીનો નંબર મેળવવા માટે યોગ્યતા ધરાવશે નહીં તેમ ગોધરાનાં પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની અખબારીયાદીમાં જણાવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી