પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ નામના સોફ્ટવેર વડે ગુરૂ પૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી. અત્યારે કોરોના મહામારી દરમ્યાન જ્યારે શાળા કોલેજો બંધ છે. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય થઇ શકે એવી સ્થિતિ નથી. વળી સરકાર દ્વારા પણ સાવચેતીનાં ભાગ રૂપે કોલેજો 31 જુલાઈ સુધી બંધ રાખી ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવા આદેશ કરેલ છે. આવા સંજોગોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ઓનલાઇન યોજાય એવી વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ માટે માઈક્રોસોફ્ટ ટીમ નામની એપ્લિકેશન વિધાર્થીઓ અને અધ્યાપકો માટે સૂચવેલ છે. જેના દ્વારા અત્યારે વિવિધ વિષયોના ઓનલાઇન કલાસરૂમ તૈયાર કરીને શિક્ષણ અપાઈ રહ્યું છે. તાજેતરમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર આર્ટસ અને સાયન્સ કોલેજનાં તમામ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઓનલાઇન જોડાયા હતા અને આ નિમિત્તે કોલેજનાં આચાર્યશ્રી ડૉ. કે જી છાયાએ ગુરુનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું. પ્રાચીન કાળના ગુરુ શિષ્યોની જોડીનાં ઉદાહરણ આપ્યા હતાં અને કોરોના મહામારીમાં પણ જ્ઞાનનો પ્રવાહ જાળવી રાખવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત ડૉ. કમલેશ રબારી, પ્રા ચિંતન જાની, પ્રા રાહુલ, ડો. સુરેન્દ્ર બારીયા, ડૉ. પંકજ તિવારી વગેરેએ વક્તવ્યો આપ્યાં હતાં. વિધાર્થી પ્રતિનિધિ તરીકે સીતા ભુરિયા અને હસુમતી બારીયાએ વક્તવ્યો આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ રાજેશ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓનલાઇન કાર્યક્રમ દ્વારા પણ સફળ રીતે કાર્યક્રમો થઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ આ કોલેજ દ્વારા પૂરું પાડવામાં આવ્યું.
પંચમહાલ રાજુ સોલંકી