જીલ્લાના શહેરા તાલૂકા પંચાયત કચેરીમાં આવેલી મનરેગા શાખામા ટેકનીકલ આસ્ટિટન્ટના હોદ્દા પર ફરજ બજાવતા કરાર આધારિત બે કર્મચારીઓ ૫૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. મળતી વિગતો અનૂસાર ફરિયાદી પાસેથી ચેકવોલ બનાવા મામલે આ કર્મચારીએ ફરિયાદી પાસેથી પ૦૦૦ ની લાંચ માંગી હતી. ફરિયાદીએ પોતે લાંચ ન આપવા માગતા હોય ગોધરા એસીબીનો સંર્પક સાધ્યો હતો. ત્યારબાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને આ બંને કર્મચારી તરીકે ફરજ બજાવતા બે ટેક્નિકલ આસિસ્ટન્ટો રવિ થોરયા અને લાલાભાઈ વણકર ગોધરા એ.સી.બી.ના છટકામાં તાલુકા પંચાયત કચેરીમાં જ ઝડપાઇ જવા પામ્યા હતા.આ મામલે ગોધરા એસીબીએ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમ્રગ ટ્રેપની સફળ કામગીરી જે.બી.ડામોર (પી.આઈ)એસીબી પોલીસ સ્ટેશન ગોધરા અને તેમની ટીમ તેમજ જી.વી.પઢેરીયા મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામા આવી હતી. નોધનીય છેકે ૨૦૧૮મા પણ જ આ મનરેગા વિભાગનો એક કર્મચારી લાચ લેતા ઝડપાયો હતો.
રાજુ સોલંકી :- પંચમહાલ