Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં ઉમેદવારો ઓગષ્ટ-૨૦૨૦ સુધી પોતાના એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરાવી શકશે.

Share

પંચમહાલ જિલ્લાનાં રોજગાર અધિકારીની એક અખબારી યાદી અનુસાર નોવેલ કોરોના વાયરસનાં કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરવા માટેનો સમયગાળો વધારીને ઓગષ્ટ-૨૦૨૦ સુધી કરવામાં આવ્યો છે. કોરોનાનાં કારણે લોક ડાઉન સહિતનાં કારણોનાં લીધે જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ઉમેદવારો કે જેઓ માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ (વધારાના બે મહિનાના ગ્રેસ પિરિયડ સહિત) સમયગાળા દરમિયાન નામ નોંધણી રીન્યુ કરાવી શક્યા નથી તેવા ઉમેદવારોને ઓગષ્ટ-૨૦૨૦ સુધીમાં કાર્ડ રીન્યુ કરાવી શકશે. ઉમેદવાર કચેરીનાંઈ મેઈલ dee-pan@gujarat.gov.in અથવા કચેરીનાં ટેલિફોન નંબર (૦૨૬૭૨-૨૪૧૪૦૫) પર જાણ કરીને પોતાની નામ નોંધણી તાજી (રીન્યુ) કરાવી શકશે. તે જ પ્રમાણે અનુસ્નાતક અને ઉચ્ચ ડીગ્રીનાં અભ્યાસ કક્ષાની નામ નોંધણી વિદ્યાનગરના યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો (જિલ્લો-આણંદ) ખાતે કરાવેલ હોય તેઓ ૦૨૬૯૨-૨૩૭૦૨૦ પર સંપર્ક કરી નામ-નોંધણી તાજી (રીન્યુ) કરાવી શકે છે. જેની જિલ્લાના તમામ ઉમેદવારોને નોંધ લેવા આ યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ ધામધુમથી ઉજવાયો

ProudOfGujarat

અમદાવાદનાં મેમનગરમાં જુગારધામ ઝડપાયું, 10 જુગારીઓની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!