પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરી ચલાવાતી ઉઘાડી લૂંટ કરવા બાબતે આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, લોક ડાઉનનાં છેલ્લા ત્રણ માસમાં પેટ્રોલ ડીઝનાં ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં વધારાથી ભારતનાં મધ્યમ વર્ગનાં લોકો અસહ્ય પીડા અને યાતના ભોગવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશ જયારે આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી કરી રહ્યો છે. ત્યારે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરીને પ્રજાને હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે. ભાજપ સરકાર મે,2014 માં જ્યારથી સત્તા ઉપર આવી ત્યારથી પેટ્રોલ ઉપર એક્સાઈઝ ડયુટી રૂ.9.20 પ્રતિ લીટર અને ડીઝલ ઉપર રૂ.3.46 પ્રતિ લીટર હતી. છેલ્લા 6 વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂ.23.78 પ્રતિ લીટર અને ડીઝલ ઉપર રૂ.28.37 પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટીનો વધારો કરેલો છે. વધુમાં જણાવ્યું હતું કે, માત્ર પેટ્રોલ અને ડીઝલનાં ભાવો અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારા દ્વારા જ મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં રૂ.18,00,000 કરોડની કમાણી કરી છે. તેવો આક્ષેપ પંચમહાલ કોગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકા, શહેર, પંચમહાલ જિલ્લા માયનોરિટી, દ્વારા ગોધરા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે દેશમાં મોંઘવારી બેરોજગારી, ભાવ વધારોએ હરણફાળ માઝા મુકી છે. પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. શ્રીલંકા જેવા દેશ ભારત દેશ પાસેથી પેટ્રોલ ખરીદી પોતાના દેશની પ્રજાને Rs.51/- ના લીટરનાં ભાવે પેટ્રોલ પૂરું પાડતી હોઈ ત્યારે આવા સંજોગોમાં અમારાં દેશની પ્રજા પર Rs.82 રૂપિયા પ્રતિ લિટરએ પેટ્રોલ આપી કયા પાપની સજા ભોગવી રહી છે? સરકાને આજે આખા દેશની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીના સકંજામાં છેલ્લા ઘણા વર્ષોથી ફસાયેલો છે. હાલ આમ આદમીથી લઈ મજૂરો,ખેડૂતો, વેપારીઓ, ઉધોગો સૌ ભાવ વધારાથી હાલ બેહાલ છે. દેશમાં પ્રથમવાર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધુ ઊંચો બતાવે છે જે દેશનાં અર્થતંત્ર માટે ઘણું જ નુકસાનકારક છે, જેથી આ ભાવ વધારો પાછો ખેંચી પ્રજાના હિતમાં નિર્ણય લેવા આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં પંચમહાલ જિલ્લાનાં કોંગ્રેસનાં પ્રમુખ શ્રી અજીતસિંહ ભટ્ટી, માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ, તાલુકા કાર્યકારી પ્રમુખ રંગીતસિંહ પટેલ, જિલ્લા માયનોરિટી ચેરમેન ઉસ્માન ગની બેલી પ્રદેશ મંત્રી રફીકભાઈ તિજોરીવાલા, મહિલા પ્રમુખ પ્રિયંકાબેન પરમાર, એસસી.ડીપાર્ટમેન્ટનાં પ્રમુખ રાજેશભાઈ હડીયેલ, એડવોકેટ જય ગણેશ ચૌહાણ તાલુકા સભ્ય ભારત બારીઆ, યુસુફ ભાઈ શેખ, અલતાફભાઈ મન્સૂરી, એડવોકેટ આબીદભાઈ શેખ અને તથા કૉંગ્રેસનાં હોદ્દેદારો વગેરે હાજર રહી આવેદનપત્ર આપેલ હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
Advertisement