પંચમહાલ જિલ્લા નિરીક્ષક જમીન દફતરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાનાં વાવડી બુઝર્ગનાં ગામતળ વિસ્તારમાં ગામઠાણ યોજના મુજબ માપણી કરી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી હાલ ચાલુ છે. માસ્કોન એસ.આઈ.પી.એલ. એજન્સી દ્વારા થઈ રહેલી માપણીની આ કામગીરીમાં મિલ્કતધારકોની માલિક/કબ્જેદારની સહી કરવાની થાય છે. માપણી દરમિયાન હાજર ન રહેલ માલિકો/કબ્જેદારને નીચે જણાવેલ સરનામે સંપર્ક કરી તૈયાર કરેલ પ્રાથમિક રેકોર્ડમાં ચકાસણી કરવા, સહી કરવા તેમજ માલિકી અંગેના પુરાવા (દસ્તાવેજ, વેરા પાવતી, આકારણી, ૭/૧૨ની નકલ) જમા કરવા જણાવાયુ છે. વાવડી બુઝર્ગના નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારોનાં પુરાવા ગોધરા ખાતેની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ સર્વે ભવનના બીજા માળે માસ્કોન એસ.આઈ.પી.એલ. એજન્સીની કચેરીમાં સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમિયાન રજૂ કરવાની રહેશે. ૧)નંદનવન સોસાયટીથી ગદૂકપુરના સીમાડા સુધી બામરોલી રોડનાં દક્ષિણ તરફના વિસ્તાર માટે તા. ૦૨/૦૭/૨૦થી ૦૪/૦૭/૨૦૨૦ દરમિયાન, ૨) બામરોલી રોડનાં ઉત્તર તરફનાં અનમોલ એવન્યુથી ચંદન પાર્ટી પ્લોટ સુધીનો વિસ્તાર અને વાવડી હનુમાન મંદિરથી ધોળાકુવા કૃષિ યુનિવર્સિટી, પરવડી સીમાડા સુધીનો ગોધરા દાહોદ દક્ષિણ તરફનો વિસ્તાર (ગામતળ સિવાય) વિસ્તારો માટે ૦૬/૦૭/૨૦૨૦ થી ૦૮/૦૭/૨૦૨૦ દરમિયાન, ૩) આઈ.ટી.આઈ. ધોળાકુવા કૃષિ યુનિવર્સિટી, પરવડી સીમાડા સુધી ગોધરા દાહોદ ઉત્તર તરફના વિસ્તાર માટે ૦૯/૦૭/૨૦૨૦ થી ૧૧/૦૭/૨૦૨૦ દરમિયાન, ૪)આઈ.ટી.આઈ. દક્ષિણના પ્રભા કોર્નરથી મૂનલાઈટ સિનેમા તથા ગામતળનો વિસ્તાર ગોધરા દાહોદ દક્ષિણ તરફનાં વિસ્તાર માટે તા. ૧૩/૦૭/૨૦૨૦ થી ૧૫/૦૭/૨૦૨૦ દરમિયાન પુરાવા રજૂ કરવા સહિતની પ્રક્રિયા માટે આવાનુ રહેશે. યાદીમાં જણાવ્યા અનુસાર આ નોટિસ આખરી રહેશે તેમ જ વધુ માહિતી આપવા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી