Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ શહેરા તાલુકાના બામરોલી ગામે યુવાનની ફાસોં ખાધેલી હાલતમાં મળી લાશ, પરિવારજનો દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ

Share

પંચમહાલ જીલ્લાના શહેરાના બામરોલી ગામમા ઝાડ પર લટકતી હાલતમા યુવાનની લાશ મળી આવી. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. મોત મામલે પરિવારજનો દ્વારા હત્યા કરી હોવાનો આક્ષેપ લગાવામા આવી રહ્યો છે. શહેરા પોલીસે હાલ જરુરી કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના બામરોલી ગામે આવેલા નિશાળ ફળીયામાં ઝાડ પાસે યુવાનની લટકેલી હાલતમા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં આવેલ ઝાડ ઉપર યુવાનની લાશ સ્થાનિકોનેજોવા મળતા પોલીસને જાણ કરવામા આવી હતી. મરણ ગયેલ યુવાન અશોક રયજીભાઇ પરમાર હોવાનુ બહાર આવ્યુ છે. બનેલ આ બનાવને લઇને મોટી સંખ્યામાં લોકટોળા ઉમટયા હતા.યુવાનની લાશ ફાસો ખાધેલી હાલતમા હતી. પણ સાથે તેના હાથ બાધેલા હોવાને કારણે આત્મહત્યા કે હત્યા જેવાઅનેક અન્ય તર્કવિતર્કો પણ થવા પામ્યા છે. તેની સામે પરિવારજનો દ્વારા હત્યા કરવામા આવી હોવાનો આક્ષેપ લગાવામા આવી રહ્યો છે. શહેરા પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજુ સોલંકી:-પંચમહાલ

Advertisement

Share

Related posts

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

વાગરાના પખાજણ ગામ ખાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ચકચાર

ProudOfGujarat

વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાવપુરા ખાદી ભંડારના સંચાલકો દ્વારા અભિયાનને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!