વિજયસહ સોલંકી, પાવાગઢ (પંચમહાલ)
પંચમહાલ જીલ્લામા દારુ પકડાવાની મોસમ ખીલી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે. પંચમહાલ જીલ્લા પાવાગઢ પાસે આવેલા ટપલા વાવ ગામે પાવાગઢ પોલીસ દ્વારા એક ગાડીમાથી વિદેશી અને પરપ્રાન્તિય દારુના જથ્થાને પકડી પાડી ગાડી સહિત કુલ ૩,૯૧,૦૦૦ રુપિયાનોમુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. એક ઈસમ પકડાઈ જવા પામ્યો છે. ત્યારે બે ઈસમો ફરાર થવામા સફળ રહ્યા હતા. આ અંગેપોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટપલાવાવ ગામે વર્નાગાડી જી.જે ૧૮.એ. એમ ૬૬૯૬મા ઈગ્લીશ દારુની પેટીઓ નંગ- ૨૦ નંગ ૨૪૦ કિ રુપિયા ૬૦,૦૦૦ તથા કવાટરીયાની પેટી નંગ૬ બોટલ નંગ ૬ બોટલ નંગ-૨૮૮ કિ- ૧૪,૪૦૦તથા ટીન બીયરપેટી નંગ-૧૬૮ કિં ૧૬,૮૦૦, પેટી નંગ૩૩ બોટલ નંગ ૬૪૮ કુલ ૯૧,૨૦૦ તથા ગાડીની કિંમત ૩,૦૦,૦૦૦ મળી કુલ ૩,૯૧,૦૦૦નો મુદામાલ પકડી પાડ્યો છે.ગાડીમા રહેલા ઈસમો રાજેશભાઈ છગનભાઈ રાઠવા રહે.નાની સહલી તા .છોટાઉદેપુરપકડાઈ જવા પામ્યો હતો. અને બે ઈસમો વેલજીભાઈ પારસિંગ ભાઈ રાઠવા રહે ટીમબ્લા છોટાઉદેપુર કમલેશ હારલીયાભાઈ રાઠવા રહે નાની સઢલી છોટાઉદેપુર ના ફરાર થઈ ગયા હતા પાવાગઢ પોલીસે ગુનોનોધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.અત્રે ઉલ્લેખનીય છે ગત પાછલા બે દિવસમા ગોધરા એસઓજી અને શહેરા પોલીસ દ્વારા પણ દારુનો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો .