Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

Share

ગોધરા એલસીબીએ પાંજરાપોળ પાસે હાઈવે રોડ પર નાકાબંધી કરીને બાતમીના આધારે ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબી પોલીસે અમદાવાદનાં ઈસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ એલસીબી પી.આઈ ડી.એન.ચૂડાસમાને બાતમી મળી હતી કે લીમખેડાથી એક લાલ કલરની કાર દારૂનો જથ્થો ભરીને ગોધરા તરફ આવી રહી છે. આથી એલસીબી પોલીસે હાઇવે રોડ પર નાકાબંધી કરી હતી. બાતમીવાળીનાં વર્ણન ગાડી આવતા તેને ઉભી રાખી હતી.તેમાં બેઠેલા ઇસમોને નામ પૂછતા અલ્લાઉદ્દીન સરફૂદ્દીન મણિયાર અને ઇફતેખાર અહેમદ જલીલઅહેમદ અન્સારી રહે. અમદાવાદનાં દાણી લીમડા વિસ્તારનું જણાવ્યુ હતું. કારની તપાસ કરતા અંદર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને 2,00,650 લાખનાં મુદ્દામાલનો દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: તાડ ફળિયામાંથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.અન્ય બે જુગારીયાઓ ફરાર…

ProudOfGujarat

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 1 ઘાયલ

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ને જોડતા માર્ગ ઉપર આવેલ ગડખોલ પાટિયા પાસે પતંગ ની દોરી ગળા ના ભાગે આવી જતા યુવાન ને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!