પંચમહાલ જિલ્લાના નાયબ બાગાયતી નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ 2020-21 માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા.૦૧/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૫/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સરકારશ્રીના આદેશ અનુસાર ઋતુ પ્રમાણે નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની થાય છે. જેથી પંચમહાલ જિલ્લાના સર્વે ખેડૂત મિત્રો કે જેમણે તા. ૦૧/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૫/૨૦૨૦ દરમિયાન સહાય લેવા માટે ઓનલાઇન અરજી કરી છે, તેમણે અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક કાગળો તા. ૧૬ જુન, ૨૦૨૦ ના કચેરી સમય સુધી અત્રેની કચેરીએ (સરનામુ: નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૯-૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ટેલીફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯) રજૂ કરવાની રહેશે, જેની પંચમહાલ જિલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નોંધ લેવા આ યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી