Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જીલ્લા ભાજપા કાર્યાલયનું મુખ્યમંત્રી વિજયરુપાણીના હસ્તે ભુમિપુજન થશે.

Share

વિજયસિંહ સોલંકી ગોધરા
          પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ભાજપાના સ્થાપના દિને તા ૬.૪.૨૦૧૮ના રોજ સવારે ૧૦ કલાકે પંચમહાલ જીલ્લાના ભુમિપુજનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે. ગોધરા શહેરના ગદુકપુર ચોકડી પાસે, બાયપાસ રોડ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલય બનવા જઈ રહ્યું છે.આ ભાજપા કાર્યાલયનુ ભુમિપુજન  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે કરવામા આવનાર છે. આ પ્રસંગે  ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજરાજયકક્ષાના મંત્રી  પ્રદિપસિંહ જાડેજા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા,મહામત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ,પંચમહાલ પ્રભારીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, રાજ્યમત્રી જયદ્રથસિંહ પરમાર જીલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઈ, ધારસભ્ય સી.કે.રાઉલજી તથા જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહેનાર છે મોટી સંખ્યામા પણ ભાજપના કાર્યકરો ઉમટી પડે તેવીશક્યતા જોવાઈ રહી છે.ભાજપાના સ્થાપના દિને ગોધરાનગરમા વિવિધ બુથો ઉપર કાર્યક્રમોનુ આયોજન પણ થનાર છે.

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરુચ જિલ્લાના સહકારી ક્ષેત્રે હવે ધડકમ ફેરફારો.જાણો વધુ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ચુનારાવાડ વિસ્તારમાં રોડ નહીં બનતા રહિશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!