ગુજરાતમાં ચોમાસાની આંશિક શરૂઆત થઇ ગઇ છે. કેટલાક વિસ્તારોમા વરસાદ પણ પડયો છે. ત્યારે પંચમહાલનાં બજારોમાં એગ્રો સેન્ટરો પર ખાતર અને બિયારણ લેવા ભીડ જામતી જોવા મળી રહી છે. હાલ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અહિં સોશિયલ ડિસ્ટન્સ પણ ભુલાઇ ગયુ હોય તેમ લાગી રહ્યું છે અને અહિં ખરીદી કરવા આવનાર પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. પંચમહાલ જીલ્લાનો ગ્રામીણ વર્ગ ખેતી પર આધારીત જીવન જીવે છે અને અહિં ચોમાસાની ખેતી પર વધારે આધાર રાખવો પડે છે.જીલ્લાના શહેરા ગોધરા સહિતનાં બજારોમાં એગ્રો સેન્ટરો પર ખેડુતોની ભીડ જોવા મળી રહી છે, જેમાં ખેડુતો ખાતર અને બિયારણની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.અહીં મકાઈ અને ડાંગરનો પાક મુખ્ય ગણવામા આવે છે. ત્યારે ચોમાસુ પહેલા જ બિયારણની ખરીદી કરવામા લાગી ગયા છે.
પંચમહાલ,રાજુ સોલંકી
Advertisement