વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી ગોધરા નગર પાલિકા અને માનવ કૌશલ વિકાસ એસોસિયેશન તથા મારુતિનંદન મહિલા અને આદિવાસી વિકાસ ટ્રસ્ટનાં સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.૫ મી જુનનો દિવસ સમગ્ર દુનિયામાં પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા નગર પાલિકા અને માનવ કૌશલ વિકાસ એસોસિયેશન તથા મારુતિનંદન મહિલા અને આદિવાસી વિકાસ ટ્રસ્ટ પણ સહભાગી થયું હતું અને ગોધરામાં આવેલ અટલબાગમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નગરપાલિકા ગોધરાના પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ,ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ હારૂમલાણી તથા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં અટલ બાગ વૃક્ષોરોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.આ પ્રસંગે પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ ઉપસ્થિત સૌ કોઇને અપીલ કરી હતી કે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડાંના બદલે ગેસનો ઉપયોગ કરાય તો ઘણા વૃક્ષ બચી જશે અને આજ સાચી ઉજવણી ગણાશે. આ કાર્યક્રમનું આયોજન ગોધરાનાં નામી કલાકાર રાજૂ ભાઈ સોલંકી તેમજ માનવ કૌશલ વિકાસ એસોસિયેશન તથા મારુતિનંદન મહિલા અને આદિવાસી વિકાસ ટ્રસ્ટનાં સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
Advertisement